રક્ષાબંધન પર મહિલા પોલીસ કર્મચારીએ હર્ષ સંઘવીને રાખડી બાંધી ત્યારે પોલીસના ગ્રેડ પે અંગે કરી મહત્વની જાહેરાત


ગુજરાત સરકારના રાજ્ય ગૃહ મંત્રીએ સુરતમાં આજે પોલીસ ગ્રેડ પે અંગે મહત્વની જાહેરાત કરી કહ્યું હતું કે આગામી દિવસમાં પોલીસ ગ્રેડ પેનો સુખદ અંત આવશે. સરકારે આ મુદ્દે સકારાત્મક કામગીરી કરી છે અને મહત્વનો નિર્ણય જાહેર કરાશે.
રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે રક્ષાબંધનના તહેવારમાં તેમના ઘરે આવ્યા છે. આજે સવારથી જ ગૃહ મંત્રી ના ઘરે રક્ષાબંધન માટે નગર સેવકો સાથે કેટલીક મહિલા પોલીસ કર્મચારીઓ પણ આવ્યા હતા. આ રક્ષાબંધન સાથે ગુજરાતની તમામ બહેનોને શુભેચ્છા પાઠવવા સાથે કહ્યું હતું બહેનો સમાજમાં સુરક્ષિત હોય તે આપણી તમામની જવાબદારી છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે તેના કારણે આપણે દેશમાં અવ્વલ છે પરંતુ હજી પણ કેટલીક નાની ઘટનાઓ બને છે તે આપણા માટે પડકાર છે.
પોલીસ ગ્રે પેડ અંગે તેઓએ આજે સુરતમાં એક મહત્વની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, આ બાબતે સકારાત્મક કામગીરી કરી શકાય તે બાબતે ચિંતન કરવામાં આવ્યું છે. આ માટે મુખ્યમંત દ્વારા અનેક બેઠક કરવામાં આવી છે. આ વિષય પર અમે કોઈ રાજનીતિ કરવા માગતા નથી પણ તેના પર ચિંતન કરીને યોગ્ય નિકાલ લાવીશું. આગામી ગણતરીના દિવસોમાં પોલીસ ગ્રે પેડ અંગે સુખદ અંત આવશે. તેમ કહીને આગામી દિવસોમાં સરકાર દ્વારા પોલીસ ગ્રે પેડ અંગે મહત્વની જાહેરાત કરવામા આવશે તેવી વાત કરી દીધી હતી.

આ ઉપરાંત સંઘવીએ કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરનાર હરમિત દેસાઈની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.