ટ્રેન્ડિંગનેશનલ

ચંદ્રયાન-3એ પૃ્થ્વીની છેલ્લી પ્રદક્ષિણા પૂરી કરી, હવે 1 ઓગસ્ટની મધરાતે ચંદ્રની ધરતી પર થશે લેન્ડ

Text To Speech

14 જુલાઈના રોજ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-3ને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર ભણી ધસમસતા વેગે જઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આજે 25 જુલાઈએ ચંદ્રયાને પૃથ્વીની છેલ્લી અને અંતિમ પાંચમી કક્ષા પૂરી કરી લીધી છે. ઈસરોએ આ વાતની માહિતી આપી છે. ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યું કે ઓર્બિટ રેઈઝિંગ મેનેવૂર (અર્થ બોન્ડ પેરીજી ફાયરિંગ) સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હવે પછી ફાયરિંગ (ભ્રમણકક્ષામાં ગોઠવવું) 1 ઓગસ્ટ 2023ના દિવસે થશે જેમાં ચંદ્રયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

1 ઓગસ્ટ બાદ ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવાશે

ચંદ્રયાન એક અઠવાડિયું સતત ચાલશે અને એક અઠવાડિયા બાદ તે ચંદ્રની ભ્રમણકક્ષાની છેક નજીક પહોંચી જશે અને ઈસરો દ્વારા તેને મૂનની કક્ષામાં દાખલ કરવામાં આવશે જે પછી 23 દિવસ બાદ તે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.આંધ્રપ્રદેશના હરીકોટાથી ઇસરો દ્વારા દેશનું મહત્વકાંક્ષી સ્પેસ ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું છે. જે બાદ દિવસે દિવસે ભારતનું ચંદ્રયાન-3 ધસમસતી ગતિએ ચંદ્ર ભણી જઈ રહ્યું છે, અત્યાર સુધી ચંદ્રયાને પૃથ્વીની 4 કક્ષામાં પ્રવેશીને તેના નિયત સમય પ્રમાણે આગળ વધી રહ્યું છે અને તે એકદમ ફિટ છે.

ચંદ્રયાન-humdekhengenews

આ પણ વાંચો : ચંદ્રયાન-3: પાર કર્યો ચોથો પડાવ, જાણો ક્યારે પુરુ થશે ISROનું મિશન મૂન

ક્યારે પહોંચશે ચંદ્ર પર

ચંદ્રયાન-3નું ‘સોફ્ટ લેન્ડિંગ’ 23 ઓગસ્ટે સાંજે ચંદ્રની ધરતી પર થશે. 3 જુલાઈએ ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી એલવીએમ4-એમ3 રોકેટ પર ચંદ્રયાન-14ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાનથી આવેલી સીમાનો પ્રેમી ઘરેથી થયો ગાયબ, સીમાને ડિટેન્શન સેન્ટર મોકલવાની શક્યતા

Back to top button