ગુજરાત વિધાનસભામાં આવતીકાલે પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભામાં સંબોધન કરશે. જેમાં વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનું બીલ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિરોધપક્ષના નેતા તરીકે કોંગ્રેસમાં આ દિગ્ગજના નામ પર મહોર વાગશે!
આ બિલ એ સુધારા વિધેયક છે નવુ બિલ નથી
ઉલ્લેખનીય છે કે આજે રાજ્યપાલે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલને શપથ લેવડાવ્યા હતા. તેમજ રાજ્યના તમામ ધારાસભ્યો શપથ લઇ ચુક્યા છે ત્યારે આવતીકાલે ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે. જો કે આ સત્ર ફક્ત એકદિવસીય જ રહેશે કે જેમાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા આવતીકાલે વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ કરવામાં આવશે. આ બિલ એ સુધારા વિધેયક છે નવુ બિલ નથી.
આ પણ વાંચો: સુરત ટ્રાફિક પોલીસ અકસ્માતમાં મદદ કરનારને રૂ.1 લાખનું ઈનામ આપશે
સરકારને ઘેરવા માટે વિપક્ષ વ્યુહ રચના ગોઠવશે
દર વખતે વિધાનસભામાં સરકારને ઘેરવા માટે વિપક્ષ વ્યુહ રચના ગોઠવતું હોય છે, જોકે 17 ધારાસભ્યોની સંખ્યામાં આ વખતે વિપક્ષ કેવો દેખાવ કરી શકશે તે જોવાનું રહેશે. ભાજપને આંતરિક ટેકો જાહેર કરી ચૂકેલા ત્રણ અપક્ષ ધારાસભ્યો સહિત પ્રથમ વખત ત્રીજા પક્ષ એવા આપના ધારાસભ્યોની પણ ગૃહમાં હાજરી આપી હતી. આવતીકાલે વિધાનસભાના એક દિવસીય સત્રમાં બે બેઠકો મળશે. જે પૈકી પ્રથમ બેઠકમાં વિધાનસભાના સ્થાયી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે.