એક એવી બિમારી કે જે લઈ જાય છે તમને કાલ્પનિક દુનિયામાં
ઘણીવાર એવુ થાય છે કે જે વ્યક્તિ માનસિક રોગથી જે પીડિત છે તે પોતે પણ તેના વિશે જાણતી નથી. આવા લોકો ઘણીવાર સોશિયલ મીડિયા પર તસ્વીરો પોસ્ટ કરે છે અને એવું લાગે છે કે તેઓ ખૂબ ખુશ છે.
આ પણ વાંચો : અંતિમ સંસ્કારમાં બોલાવાથી લઈને 5 હજાર કિલોનું કેક કટીંગ, જાણો યશના ફૈન્સના અતરંગી કિસ્સા
તાજેતરમાં જ અભિનેત્રી તુનીષા શર્માએ આત્મહત્યા કરી લીધી હતી. 20 વર્ષની પ્રતિભાશાળી અભિનેત્રીનું આ દુનિયામાંથી વિદાય આધાતજનક છે. બાદમાં ખબર પડી કે તુનીશા ડિપ્રેશનથી પીડિત છે. આ કોઈ પહેલો કિસ્સો નથી, આ પહેલા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે. ઘણા સેલેબ્સે આ વિશે ખુલીને વાત કરી હતી. દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, વરુણ ધવન, શાહરૂખ ખાન, ઇલિયાના ડીક્રુઝ, વરૂણ ધવન, કરણ જોહર અને અભિનેત્રી આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ પણ માનસિક સમસ્યાઓથી ઝઝૂમી ચુક્યા છે.
તે જ સમયે, બોલીવુડમાં આવી ઘણી ફિલ્મો પણ બની છે, જે માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુદ્દાઓ પર વાત કરે છે. અભિનેત્રી બિપાશા બાસુની ફિલ્મ મદહોશી અને કોંકણા સેનની ફિલ્મ 15 પાર્ક એવન્યુમાં સ્કિઝોફ્રેનિયા જેવી માનસિક બીમારી બતાવવામાં આવી છે.
આ પણ વાંચો : માત્ર લોહરી અને મકરસંક્રાંતિ જ નહીં, જાન્યુઆરીમાં ઉજવવામાં આવે છે આ 8 તહેવારો
બિપાશા બાસુની ફિલ્મ મદહોશી બતાવે છે કે તે કલ્પનાની દુનિયામાં એટલી બધી જીવવા લાગે છે કે તેને લાગે છે કે તેનો કોઈ બોયફ્રેન્ડ છે. તેમજ કોંકણા સેનની ફિલ્મ 15 પાર્ક એવન્યુમાં બતાવવામાં આવ્યું છે કે મિતાલી ઉર્ફ મીઠી તેની કલ્પનાઓમાં એટલી આગળ જાય છે કે તેને લાગે છે કે તે તેના ભૂતપૂર્વ મંગેતર જોયદીપ (રાહુલ બોઝ)ની પત્ની છે અને તેના પાંચ બાળકો છે અને તે તેના બાળકો અને પત્ની સાથે રહે છે. જ્યારે વાસ્તવમાં તેના લગ્ન જ નથી થયા હોતા.
આ ઉપરાંત અક્ષય કુમારની ફિલ્મ ભૂલભુલયામાં પણ વિધા બાલનને ડિસોસિએટીવ આઇડેન્ટિટી ડિસઓર્ડર કે જે મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડરનું સ્વરુપ છે. વિધા બાલન બે અલગ-અલગ વ્યક્તિત્વમાં જોવા મળે છે
આ તો માત્ર વાત થઈ ફિલ્મોના પરંતુ વાસ્તવમાં ઘણા એવા ઘણા લોકો છે કે જે આવી માનસિક બિમારીનો જાણે અજાણે ભોગ બન્યા છે. માટે આ અંગે લોકોમાં જાગૃતિ લાવવી જરુરી છે. તેમજ સાયક્રાટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટની પણ મદદ લઈ શકાય છે. લગભગ 20 મિલિયન લોકો છે આ બિમારીની ઝપેટમાં છે.