ગુજરાત

ચૂંટણી વચ્ચે IAS ઓફિસરને દેખાડો કરવો ભારે પડ્યો, જાણો શું થઈ ઘટના

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. હવે અનેક પક્ષો પોતાના પ્રચારના કામમાં લાગી ગયા છે. ત્યારે આ રાજકીય માહોલ વચ્ચે ચૂંટણીની કામગીરી શાંતિથી અને સુરક્ષીત રીતે પુરી થાય તે માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ સંજોગોમાં એક આઈએએસ અધિકારી અને અભિનેતા અભિષેક સિંહની અમદાવાદના ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી હતી પરંતુ જ્યારે તેમણે સોશિયલ મીડિયામાં દેખાડો કરતી ઓબ્ઝર્વર લખેલી કારની બાજુમાં ઉભા રહીને પોઝ આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી જે બાદ ચૂંટણી પંચે કાર્યવાહી હાથ ધરી અને ઓબ્ઝર્વર તરીકે સોંપવામાં આવેલી તમામ ડ્યુટી પાછી લઈ લીધી છે. આ સાથે ઓબ્ઝર્વરને મળતી તમામ સુવિધાઓ પણ પાછી ખેંચી લીધી છે.

ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષની સાથે હવે ચૂંટણી પંચ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી અંગેની કામગીરી એક IASને સોંપાતા તેમણે તે અંગેના ફોટા સોશિયલ મીડિયામાં મુક્યા જે બાદ યુપી કેડરના આઈએએસ અધિકારી અને અભિનેતા અભિષેક સિંહ સામે ચૂંટણી પંચ દ્વારા પગલા લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો;ચૂંટણીની ટ્રેનિંગ પ્રક્રિયામાં ગેરહાજર રહેનાર કર્મચારીઓને કલેક્ટરે ફટકારી નોટિસ

ચૂંટણી પંચે IAS અભિષેક વિરુદ્ધ ભર્યા પગલા

આ વખતની ચૂંટણીમાં વર્ષ 2011 બેચના આ અધિકારીને ઓબ્ઝર્વર તરીકેની ચૂંટણી દરમિયાનની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે તે જવાબદારી સાથે તેમણે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરીને પ્રસિદ્ધી મેળવવાનો પ્રયાસ કરતા ચૂંટણી પંચ તેમના આ પગલાથી નારાજ થયું હતું. અને તે બાદ તેમની પાસેથી તમામ જવાબદારી પાછી ખેંચી લીધી છે. તેમજ ગુજરાતની ચૂંટણીમાં તેમની ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી પણ પાછી લઈ લીધી છે અને તેમને તુરંત ચૂંટણી ક્ષેત્ર છોડીને પોતાના નોડલ અધિકારીને રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે.

Back to top button