મોરબી: FIRમાં ઓરેવાના માલિકનો ઉલ્લેખ જ ન થતા તંત્ર સામે ઉઠ્યા સવાલ
મોરબી પુલ પર ગઈકાલે સાંજે બનેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત થયાનુ સામે આવ્યુ છે. જ્યારે 200થી વધારે લોકો સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે,અને આખા ગુજરાતમાં શોક માતમ ફેલાયો છે.
FIRમાં ક્યાંક ઓરેવાના નામનો ઉલ્લેખ જ નહીં
ત્યારે આ ઘટનાના જવાબદાર લોકો સામે સમગ્ર મામલે FIR નોંધાવામાં આવી હતી પણ આ ફરિયાદમાં ક્યાંય ઓરેવા કંપની કે તેના માલિકનો ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો. જ્યારે લોકોએ પુલ પર જવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટમાં મોટા અક્ષરે ઓરેવા કંપનીના નામનો લોગો છે, પણ તેમ છત્તા FIRમાં ક્યાંક ઓરેવાના નામનો ઉલ્લેખ જ કરવામાં નહીં આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.
કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચી
તંત્ર દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ લખવામાં આવ્યું નથી અને 304,308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે. અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાલચમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પણ તેમ છત્તા ઓરેવા કંપની કે તેના માલિક સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનેન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધાયો છે પણ ઓરેવા સામે નહીં.
NoC સર્ટિફીકેટ વીના જ ઓરેવા પુલને ખુલ્લો મુક્યો
મળતી માહિતી અનુસાર 5 દિવસ પહેલા ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પરિવાર સાથે ઉદ્ઘાટન કરવા માટે પહોંચી ગયા હતા. પણ આ ઘટના બાદ માલિક સામે કે તેની કંપની સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. ત્યારે તમને જણાવી દઈએ તો નગરપાલિકા કે વહિવટી તંત્ર પાસેથી કોઇ પણ NoC સર્ટિફીકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મુકી દીધો હતો.
આ પણ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટનામાં 9 લોકોની અટકાયત, FSL ની ટીમ ઘટનાસ્થળે પહોંચી