મહાકુંભમાં 11 શ્રદ્ધાળુઓનાં મૃત્યુની વાત ખોટીઃ અફવા ફેલાવનાર સામે દાખલ થઈ FIR
પ્રયાગરાજ, 14 જાન્યુઆરી, 2025: મહાકુંભમાં સ્નાન દરમિયાન તથા અતિશય ઠંડી લાગવાને કારણે હૃદયરોગથી 11 શ્રદ્ધાળુનાં મૃત્યુ થયા છે એવા સમાચાર સદંતર ખોટા અને આવી અફવા ફેલાવનાર વ્યક્તિની સામે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, મહાકુંભ 2025માં 11 શ્રદ્ધાળુઓનાં મૃત્યુ અંગે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવા બદલ બલિયાના એક યુવક વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો આજે સોમવારે પ્રકાશમાં આવ્યો જ્યારે અવકુશ કુમાર સિંહ નામના એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા તેની માહિતી આપી.
આ અંગે દાખલ થયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી લાલુ યાદવ સંજીવે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાકુંભ સ્નાન દરમિયાન ઠંડીને કારણે 11 શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકથી મૃત્યુ થયાં છે અને ICU ઈમરજન્સી કેમ્પ દર્દીઓથી ભરેલા છે.
પ્રયાગરાજ પોલીસે આ અંગે કહ્યું કે આ પોસ્ટ સંપૂર્ણપણે ખોટી અને ગેરમાર્ગે દોરનારી હતી. તેને કારણે સામાન્ય લોકોમાં ભય ફેલાયો હતો અને જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડી હતી. પખડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) રાજેન્દ્ર પ્રસાદ સિંહની ફરિયાદને આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં પોલીસે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 353(2) હેઠળ FIR નોંધી છે. કેસની તપાસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) મોહમ્મદ ફહીમ કુરેશીને સોંપવામાં આવી છે. કુરેશીએ કહ્યું કે આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઈ અફવા ફેલાવવાનું ટાળે અને કોઈપણ માહિતીની સત્યતા તપાસે.
આ પણ વાંચોઃ નવી વિસ્ટાડોમ ટ્રેન બતાવશે શિમલાના સુંદર નજારા… રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો, આ છે તેની ખાસિયતો
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD