ગુજરાતટ્રેન્ડિંગ

માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો, બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા બાળકનું મૃત્યુ

  • ગાડીનો દરવાજો ન ખુલતા બની ઘટના

બનાસકાંઠા, 30 મે, માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો બનાસકાંઠામાં સામે આવ્યો છે. બનાસકાંઠામાં બનેલો આ બનાવ તમામ માતા-પિતા માટે લાલબતી સમાન છે. પાલનપુરના ગણેશપુરામાં 2 કલાકથી વધુ સમય બંધ ગાડીમાં રહ્યો હતો જ્યાં 5 વર્ષના બાળકનું શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું છે. આ ઘટનામાં કોની બેદરકારીના કારણે માસુમ બાળકનું મોત થયું એ સવાલ ઉભો થયો છે.

શું છે સમગ્ર મામલો?

આ પહેલી વાર નથી કે જયારે બાળક કારની અંદર હોય અને શ્વાસ રૂંધાઇ જતા મૃત્યુ થયું હોય. આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં કારમાં બાળક ફસાઈ ગયું હોય અને તેનું મૃત્યુ નીપજ્યું હોય ત્યારે પાલનપુરના ગણેશપુરા ગામે વાલીઓની આંખ ખોલી નાખે એવી એક ઘટના સામે આવી છે. બંધ કારમાં છુપાઈને બેસેલા 5 વર્ષીય નિક્ષીત દવે નામના બાળકનું શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું છે. બાળક રમવા માટે ઘરની બહાર ગયો હતો. જે બાદ રમતો-રમતો બંધ કારમાં બેસી ગયો અને 2 વર્ષથી બંધ પડેલી કારમાં છુપાઈને આ બાળકે કારને લોક મારી દીધું હતું. જોકે તે બાદ બાળકે ગાડીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બહાર નીકળી શક્યો ન હતો  ઘટના બાદ પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.  બાળક કોઈ જગ્યાએ ન દેખાતા તેની માતા સહિત આજુબાજુના લોકોએ શોધખોળ શરૂ કરી, ત્યારે બાળક કારમાંથી મળી આવ્યો. જેને તાત્કાલીક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતો.

ઘટનાને લઈને કોની બેદરકારી તેના ઉપર સવાલ ઉઠ્યા

એકના એક બાળકનું મૃત્યુ થતા તેની માતા સહિત પરિવારજનોમાં માતમ છવાયો છે. જોકે આ ઘટનાને લઈને કોની બેદરકારી તેના ઉપર સવાલ ઉઠ્યા છે, બંધ હાલતમાં બે વર્ષથી પડેલ ગાડીને લોક ન માર્યું હોવાથી તેનો દરવાજો ખોલી બાળક અંદર જઈ શક્યો તેથી ગાડીના માલિકની બેદરકારી કે પછી તેની માતાએ બાળક ક્યાં રમી રહ્યું છે તેનું ધ્યાન ન રાખ્યું તેની બેદરકારી ઘણી શકાય. જોકે આ ઘટનાને લઈને ગણેશપુરા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે પાડોશી બળદેવભાઈ દેસાઈએ કહ્યું કે, અમારા વિસ્તારમાં રહેતું બાળક બંધ ગાડીમાં બેસી ગયું હતું અને તેનો શ્વાસ રૂંધાવાથી મૃત્યુ નીપજ્યું છે. બાળકનું મૃત્યુ થયું એ ખુબજ દુઃખદ ઘટના છે ,જેમાં નિર્દોષ બાળકનું મૃત્યુ થયું છે, દરેક માતાપિતાએ પોતાનું બાળક ક્યાં જાય છે તેનું ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો..બનાસકાંઠા : રાજકોટ અગ્નિકાંડ પછી ડીસા પાલિકાએ ટ્યુશન ક્લાસીસ,લાઇબ્રેરીઓ કરી સીલ

Back to top button