ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોઈપણ સમયે થશે વિસ્ફોટ! તેલંગાણાના ડેપ્યુટી CMના ઘરને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

Text To Speech
  • એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને આપી હતી ધમકી 

હૈદરાબાદ, 29 મે: છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ, શાળાઓ અને હોસ્પિટલોને બોંબથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. ત્યારે હવે તેલંગાણાના જ્યોતિરાવ ફૂલે પ્રજા ભવનને બોંબની ધમકી મળી છે. આ બિલ્ડીંગ તેલંગાણાના ડેપ્યુટી સીએમ મલ્લુ ભટ્ટી વિક્રમાર્કનું નિવાસસ્થાન છે. એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને માહિતી આપી હતી કે પ્રજા ભવનમાં બોંબ મૂકવામાં આવ્યો છે, જે ગમે ત્યારે ફાટી શકે છે. ગઈકાલે મંગળવારે દિલ્હી-વારાણસી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી.

ત્યારપછી પોલીસ ટુકડીઓએ બેગમપેટ વિસ્તારમાં પ્રજા ભવન(અગાઉ પ્રગતિ ભવન) ખાતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બૃહદ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ના બોંબ નિકાલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિતની વિશેષ પોલીસ ટીમોને એક્શનમાં લાવવામાં આવી હતી. જોકે, પોલીસને તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. હાલ તપાસ ચાલી રહી છે.

અગાઉ તે મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન હતું

ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) સત્તામાં હતી ત્યારે નવેમ્બર સુધી પ્રજા ભવન તેલંગાણાના મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન હતું. કોંગ્રેસ સત્તામાં આવ્યા પછી, આ બિલ્ડિંગ ડેપ્યુટી સીએમ મલ્લુ ભટ્ટી વિક્રમાર્કનું સત્તાવાર નિવાસસ્થાન બની ગયું. કોંગ્રેસ સરકાર પણ સંકુલના એક ભાગનો ઉપયોગ લોકોની અરજીઓ મેળવવા માટે કરી રહી છે.

આ ઘટના પર રાજ્ય મંત્રી સીતાક્કાની પ્રતિક્રિયા

રાજ્યના મંત્રી સીતાક્કાએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ઘણા લોકો પોતાની સમસ્યાઓ અંગે અરજીઓ લઈને પ્રજા ભવન આવે છે. દરેકને પરિસરમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી રહી છે. તેઓ કોઈ પર શંકા કરતા નથી. ગઈકાલે મંગળવારે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોંબ હોવાની માહિતી મળી હતી. આ પછી ફ્લાઈટને રનવે પર જ રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટ આપવામાં આવી હતી.

આ પણ જુઓ: ઓડિશાના વરિષ્ઠ IPS પર ECIની મોટી કાર્યવાહી, તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ; જાણો કારણ

Back to top button