દીકરીના લગ્ન પ્રસંગે ઉત્સાહિત આમિર ખાને મહેંદી મૂકાવી, કર્યો ડાન્સ
- પુત્રી આયરા ખાનના ફંક્શનમાં પિતાએ મૂકાવી મહેંદી, ત્યાર બાદ કર્યો જોરદાર ડાન્સ
ઉદયપુર, 10 જાન્યુઆરી: આમિર ખાનની લાડકી દીકરી આયરા ખાનના લગ્નના ફંકશન જોરશોરથી ચાલી રહ્યા છે. ભવ્ય લગ્ન પહેલા બંને પરિવાર ઉદયપુરમાં એકસાથે તમામ વિધિઓ કરી રહ્યા છે. પરિવારના સભ્યો પણ ધાર્મિક વિધિઓ વચ્ચે મસ્તી કરતા જોવા મળે છે. આયરા ખાન અને નુપુર શિખરેની સાથે પિતા આમિર ખાન પણ ખૂબ એન્જોય કરી રહ્યાં છે. ગઈ કાલે યોજાયેલી સંગીત સેરેમનીમાં આમિરનો રંગીન અવતાર જોવા મળ્યો હતો. મહેંદી ફંક્શનમાં આમિરે પહેલા મહેંદી મૂકાવી અને પછી તે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જેની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે.
આમિરે તેની દીકરી માટે મહેંદી મૂકાવી
સોશિયલ મીડિયા પર આમિર ખાનની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ આયરા ખાનની બાજુમાં બેસીને મહેંદી મૂકાવી રહ્યા છે. આમિર ખાને તેની પુત્રીના ટેટૂની જેમ તેની હથેળી પર મહેંદી મૂકાવી હતી. આ સમય દરમિયાન તેણે આછા વાદળી રંગના એથનિક આઉટફિટ પહેર્યા હતો, જૂઓ ફોટો.
View this post on Instagram
આમિરે જોરદાર ડાન્સ કર્યો
આટલું જ નહીં પુત્ર આઝાદ સાથે પુત્રી માટે ગીત ગાયા બાદ આમિર ખાન પણ સંગીત સેરેમનીમાં જોરશોરથી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન આમિરે ક્રીમ રંગની શેરવાની પહેરી હતી. તે તેના ઘણા મિત્રો સાથે પંજાબી ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે આમિર તેની દીકરીના લગ્નના ખુબજ ખુશ છે.
અહીં જુઓ વિડિયો
View this post on Instagram
આ દિવસ સુધી ઉજવણી ચાલુ રહેશે
3 જાન્યુઆરીએ રજિસ્ટર્ડ મેરેજ પછી, આમિર ખાનનો આખો પરિવાર અને નુપુર શિખરેનો પરિવાર 5 જાન્યુઆરીએ ઉદયપુર પહોંચ્યો હતો. ઉદયપુરમાં 10મી જાન્યુઆરી સુધી સતત લગ્નના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નમાં ઘણા નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. આ ભવ્ય ઉજવણી બાદ બંને પરિવાર મુંબઈ પરત ફરશે અને 13 જાન્યુઆરીના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપરાંત રાજનેતાઓ અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓ પણ તેમાં ભાગ લેશે.
નુપુર-આયરાની લવ સ્ટોરી
નુપુર શિખરે આમિર ખાનનો ટ્રેનર રહી ચુક્યો છે. તેણે આમિર ખાનના મોટા શરીરને પરિવર્તનમાં મદદ કરી છે. એટલું જ નહીં નુપુરે સુષ્મિતા સેનને પણ ફિટનેસની ટ્રેનિંગ આપી છે. આ તાલીમ દરમિયાન જ તે આમિર ખાનની પુત્રીને પણ મળ્યો હતો. નૂપુરે આયરા ને પણ ઘણી મદદ કરી હતી, તે ડિપ્રેશનમાં હતી ત્યારે તેને બહાર આવવામાં નૂપુરે મદદ કરી હતી. આમિર ખાને પોતે પણ આ વિશે ઘણી વખત કહ્યું છે. આયરા અને નુપુર બંને એકબીજાના પરિવારની ખૂબ જ નજીક છે અને બંનેએ વર્ષ 2022માં સગાઈ કરી હતી અને હવે લગ્ન પણ કરી લીધા છે.
આ પણ વાંચો: PHOTOS : બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે તેજસ્વી પ્રકાશ જોવા મળી રોમેન્ટિક મૂડમાં