ગુજરાત

અમદાવાદ: પ્રેમિકાએ કેમ મારી સાથે સંબંધ રાખતો નથી કહી પૂર્વ પ્રેમી પર કર્યો એસિડ એટેક

Text To Speech
  • પ્રેમસંબંધની જાણ થતા પ્રેમિકા સાથે સંબંધ તોડી નાખ્યો હતો
  • રાકેશભાઇ બ્રહ્મભટ્ટ એએમટીએસમાં કંડકટર તરીકે નોકરી કરે છે
  • કંડકટર ગુપ્તાંગ અને આંખના તેમજ પીઠના ભાગે દાઝી ગયા

અમદાવાદના કાલુપુરમાં AMTSના કંડક્ટર પર પૂર્વ પ્રેમિકાએ જ એસિડ એટેક કર્યો છે. જેમાં કંડક્ટરનો ગુપ્તાંગ, આંખ અને પીઠનો ભાગ એસિડથી દાઝી ગયો છે. પ્રેમિકાએ કેમ મારી સાથે સંબંધ રાખતો નથી કહી ઝઘડો કર્યો હતો. ત્યારે કંડકટરે પૂર્વ પ્રેમિકા અને તેના મિત્ર સામે કાલુપુર પોલીસમાં ફરીયાદ નોધાવી છે.

આ પણ વાંચો: GSTમાં કૌભાંડોનો પડઘો વડાપ્રધાન કાર્યાલય સુધી પડ્યો, દિલ્હીથી ટાસ્ક સાથે IAS આવશે!

પ્રેમસંબંધની જાણ થતા પ્રેમિકા સાથે સંબંધ તોડી નાખ્યો હતો

પ્રેમસંબંધમાં પૂર્વ પ્રેમિકાએ મિત્ર સાથે મળીને AMTS કંડકટર પર એસિડ એટેક કર્યો હતો. જેનાથી કંડકટર ગુપ્તાંગ અને આંખના તેમજ પીઠના ભાગે દાઝી ગયા હતા. છેલ્લા એક વર્ષથી કંડકટરના પરિવારજનોને તેમના પ્રેમસંબંધની જાણ થતા પ્રેમિકા સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જે બાદ પ્રેમિકાએ કેમ મારી સાથે સંબંધ રાખતો નથી કહી ઝઘડો કર્યો હતો. આ અંગે કંડકટરે પૂર્વ પ્રેમિકા અને તેના મિત્ર સામે કાલુપુર પોલીસમાં ફરીયાદ નોધાવી છે.

આ પણ વાંચો: મતદાન પહેલા જ હોબાળો: માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી, જુઓ વીડિયો

રાકેશભાઇ બ્રહ્મભટ્ટ એએમટીએસમાં કંડકટર તરીકે નોકરી કરે છે

બાપુનગરમાં રહેતા 51 વર્ષીય રાકેશભાઇ બ્રહ્મભટ્ટ એએમટીએસમાં કંડકટર તરીકે નોકરી કરે છે અને હાલમાં કાલુપુર રેલવે સ્ટેશન સામે એએમટીએસ કંટ્રોલ કેબીનમાં કન્ટ્રોલર તરીકે ફરજ બજાવે છે. પાંચ વર્ષ પહેલા તેમને 38 વર્ષીય મહેજબીન છુવારા નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે અંગે રાકેશભાઈના પરિવારને જાણ થઈ જતા તેમણે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. ગત 27 જાન્યુઆરીએ રાત્રીના સમયે તેઓ નોકરી પર હતા, ત્યારે પૂર્વ પ્રેમિકા મહેજબીન તેના મિત્ર મિત શર્મા સાથે ત્યાં આવી હતી અને પોતાની સાથે કેમ સંબંધ રાખતો નથી કહી, પોતાની પાસે રહેલા ડબ્બામાં ભરેલું એસિડ રાકેશભાઈ પર ફેક્યું હતું. જેમાં તેમને રાકેશભાઇ આંખ, પીઠ અને ગુપ્તાંગના ભાગે દાઝી જતા, તેમણે બૂમાબૂમ કરતા બંને ત્યાંથી નાસી ગયા હતા.

Back to top button