આર્મીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા સુરતના માંડવીમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું
સુરત, 1 ડિસેમ્બરઃ જિલ્લાના માંડવીમાં સઠવાવ ગ્રાઉન્ડ ખાતે ભારતીય લશ્કરના હેલિકોપ્ટર હેલિકોપ્ટરના પાછળના ભાગના રોટરમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હેલિકોપ્ટરમાં સવાર પાયલોટ સહિત 5 જવાનોનો આબાદ બચાવ થયો હતો.
હેલિકોપ્ટરમાં 1 પાયલોટ સાથે 5 જવાનો સવાર હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે આ હેલિકોપ્ટર નાસિકથી જોધપુર જઈ રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. નાસિકથી જોધપુર જતા સમયે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે પાયલોટ દ્વારા ઈમરજન્સી લેન્ડિંગ માટે કન્ટ્રોલમાં મદદ માંગવામાં આવી હતી.માંડવી વિસ્તારના હેલિકોપ્ટર દ્વારા 10 જેટલા રાઉન્ડ લગાવ્યા બાદ સઠવાવ ખાતે આવેલા ગ્રાઉન્ડમાં સફળતાપૂર્વક હેલિકોપ્ટર લેન્ડ કરાવ્યું હતું. આર્મીના આ હેલિકોપ્ટરમાં 1 પાયલોટ સાથે અન્ય 5 જવાનો સવાર હતા.
પોલીસ સ્ટાફ પણ વ્યવસ્થાના ભાગરૂપે દોડી ગયો
આ ઇમરજન્સી લેન્ડિંગ કરેલા હેલિકોપ્ટરની મદદ અર્થે અન્ય હેલિકોપ્ટર પણ ગ્રાઉન્ડ ખાતે ઉતારવામાં આવ્યું હતું. ત્યાર બાદ જરૂરી સૂચન બાદ આર્મીનું એક હેલિકોપ્ટર સ્થળ પરથી રવાના કરાયું હતું. આર્મીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગની વાત વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ટોળાઓ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. આ અંગે માંડવી પોલીસ સ્ટાફ પણ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતઃ રાકેશ અસ્થાનાની માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર તરીકે નિમણૂક