ગુજરાત

વલસાડના તડ ગામે ખાદ્ય તેલનું ટેન્કર પલ્ટયું, લોકોની તેલ ભરવા પડાપડી

Text To Speech

વલસાડઃ જિલ્લાના અને મહારાષ્ટ્ર વચ્ચે આવેલા તડ ગામ હાઇવે ઉપર ખાદ્યતેલ ભરેલું કન્ટેનર પલ્ટી ગયું હતું. લોકોને આ વાતની જાણ થતા જ ખાદ્ય તેલની લૂંટ ચલાવી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના બોડર ઉપર આવેલા તડ ગામની સીમામાં મહારાષ્ટ્ર તરફથી આવતું ખાદ્યતેલ ભરેલું કન્ટેનર પલ્ટી ગયું હતું. અકસ્માતમાં ચાલક અને ક્લિનરનો બચાવ થયો હતો. અકસ્માતમાં કન્ટેનરમાંથી ખાદ્યતેલ લીકેજ થઈને રસ્તા ઉપર ઢોળાઈ રહ્યું હોવાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ ખાદ્ય તેલની લૂંટ ચલાવી હતી

મુંબઈ અમદાવાદમાં નેશનલ હાઇવે પર મહારાષ્ટ્ર અને વલસાડ જિલ્લાને અડીને આવેલા તડ ગામ પાસે મહારાષ્ટ્ર તરફથી આવતું ખાદ્ય તેલ ભરેલું ટેન્કર અકસ્મિત રીતે પલટી ગયું હતું. ટેન્કર પલ્ટી જતા ટેન્કરમાંથી ખાદ્ય તેલ લીકેજ થઈ રહ્યું હતું. અકસ્મિત રીતે પલ્ટી ગયેલા ટેન્કરમાંથી ખાદ્ય તેલનો જથ્થો રસ્તા ઉપર ઢોળાઈ રહ્યું હોવાની જાણ સ્થાનિક લોકોને થતા જોતજોતામાં સ્થાનિક લોકો અલગ અલગ વાસણ સાથે ખાદ્ય તેલની લૂંટ ચલાવવા દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ અલગ અલગ વાસણોમાં ખાદ્ય તેલની લૂંટ ચલાવતા લોકોને લઈને થોડી વાર માટે એક તરફ નો વાહન વ્યવહાર ખોરંભાયો હતો.

ડ્રાઇવરનો ટેન્કર પરનો કાબૂ ગુમાવી દેતા ટેન્કર પલટી મારી ગયું હતું. હાઇવે પર ખાવાનું તેલ ઠોલાતું હોવાના સમાચાર પ્રસરતા લોકોએ વહેતું તેલ ભરવા પડાપડી કરી હતી.

Back to top button