હીરાનું હબ ગણાતા સુરત શહેરમાં અનેક કામદારો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે હવે આ ઉદ્યોગમાં પણ મંદી જોવા મળી રહી છે. જેના કારણે સુરતના હીરાઉદ્યોગના કામદારો પર પણ હવે છટણીનો ડર સતાવી રહ્યો છે. ભારતમાં હીરાની નિકાસમાં ઘટાડો થવા લાગ્યો છે. જેના કારણે હીરા ઉદ્યોગોમાં કામ ખૂબ ઓછુ હોય છે. જેથી હવે માલિકો કામદારોને ઓછા કરવાનું વિચારી રહ્યા છે.
એક મહિનામાં લગભગ 20,000 કામદારોની છટણી
ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડની ચમક ઝાંખી પડી ગઈ છે. જેના કારણે ઉદ્યોગકારોને ઘણુ નુકશાન થઈ રહ્યુ છે. હીરાની માંગ ઓછી થવાના કારણે હીરાના ઉદ્યોગમાં કામ પણ ઓછુ થયું છે. જેથી માલિકોને વધુ નુકશાન ન થાય તેના માટે તેના કામદારોમાં ઘટાડો કરી રહ્યા છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20,000 કામદારોની છટણી થઈ છે, હીરાની માંગ ઘટતા ઉદ્યોગકારો અને રત્નકલાકારો બંનેની હાલત કફોડી બની છે. જેથી મંદીનાં માહોલમાં ટકી રહેવા ઉદ્યોગકારોએ કારીગરોની છટણી આરંભી દીધી છે.
પશ્ચિમ અને ચીનમાં કટ અને પોલિશ્ડ હીરાની માંગ ઘટી
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના આપેલ નિગતો અનુસાર, FY22 ના એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં 5.43 % ઘટી છે. પશ્ચિમ અને ચીનમાં કટ અને પોલિશ્ડ હીરાની માંગ ઘટી રહી છે. કટ અને પોલિશ્ડ હીરા માટે અમેરિકા સૌથી મોટું બજાર છે, ત્યારબાદ ચીન આવે છે. સુરતમાં વિશ્વભરમાં વેચાતા હીરામાંથી 80 % પોલિશ્ડ થાય છે. ત્યારે હાલ સુરતના હીરા ઉદ્યોગકારો હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે.
હીરાની માંગ ઘટતા કામદારોની છટણી
સુરત હીરા ઉદ્યોગોમાં 4,000 થી વધુ કટીંગ અને પોલિશિંગ એકમોમાં લગભગ 800,000 કામદારો કામ કરે છે. પરંતુ હાલમાં મંદીના કારણે કામ ઘટતા આ એકમોને 60-70 % ક્ષમતા પર કામ કરવાની ફરજ પડી રહી છે. હીરાની નિકાસ ઘટવાને કારણે દેશમાં બહુ કામ નથી. કામનું ભારણ ઓછું હોવાથી એકમો કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં સુરતમાં આશરે 20,000 હીરા કામદારોએ તેમની નોકરી ગુમાવી પડી છે.
આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં ટ્રેઇનિંગ દરમિયાન પ્લેન મંદિર સાથે અથડાયું, પાઇલટનું મોત, એક ગંભીર