ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મ્યાનમારમાં ફરી અનુભવાયો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા નોંધાઈ

Text To Speech
  • છેલ્લા મહિનામાં મ્યાનમારમાં ત્રીજો ભૂકંપ અનુભવાયો  
  • સવારે લગભગ 4.53 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા
  • હજુ સુધી જાનહાની કે સંપત્તિ નુકસાન કોઈ અહેવાલ નહીં

મ્યાનમારમાં ફરી શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની રિક્ટર સ્કેલ પર 4.5 તીવ્રતા માપવામાં આવી હતી. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. સવારે લગભગ 4.53 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 30 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. છેલ્લા મહિનામાં મ્યાનમારમાં આ ત્રીજો ભૂકંપ અનુભવાયો છે.

મ્યાનમારમાં અગાઉ પણ બે ભૂકંપ એક મહિનામાં અનુભવાયા  

અગાઉ પણ મ્યાનમારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં ભૂકંપની રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા માપવામાં આવી હતી. સોમવારે સવારે મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો આ ભૂકંપ અનુભવાયો હતો. જેમાં નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ જણાવ્યું હતું કે, ભૂકંપ 90 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ અગાઉ 2 ઓક્ટોબરે મ્યાનમારમાં 4.2ની તીવ્રતાન ભૂકંપ આવ્યો હતો. તે 120 કિલોમીટરની ઊંડાઈએ સાંજે 7:59 કલાકે આવ્યો હતો.

આ પણ વાંચો :નેપાળમાં ફરી ધરા ધ્રૂજી, તાઈવાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા આવ્યા

Back to top button