સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાર્જિંગમાં મૂકેલી 20થી વધુ ઈ-રિક્ષા બળીને ખાક
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પર્યટકોને ફરવા માટે ઈ-રિક્ષા મુકવામાં આવેલી છે. ત્યારે ગતરોજને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ ચાર્જીગમાં મુકેલી ઈલેક્ટ્રીક રિક્ષામાં આગની ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી મુજબ ગત રાત્રીના રોજ રીક્ષાને ચાર્જ કરવા માટે ચાર્જીંગમાં મુકવામાં આવી હતી. જે ચાર્જિગમાં મુકવામાં આવી હતી. જ્યાં અચાનક આગ લાગતા 20થી પણ વધુ ઈલેકટ્રીક રિક્ષામાં આગમાં બળીન રાખ થઈ ગઈ છે.
20થી વધારે ઈલેક્ટ્રિક રીક્ષાઓ આગ ખાખ
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવતી કાલે આગની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રિક રિક્ષામાં ગઈકાલે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે કેવડિયામાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-રિક્ષામાં આગ લાગી હતી. જેના પગલે 20થી વધારે ઈલેક્ટ્રિક રીક્ષાઓ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઈ-રિક્ષા સ્થાનિક મહિલાઓને રોજગારી આપવા શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કંબોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા, 10 લોકોના મોત જ્યારે 30 લોકો ઘાયલ
ચાર્જિંગમાં મૂકેલી આ ઈ-રીક્ષામાં આગમાં ભડથું
યુનિટી ખાતે ઈલેક્ટ્રિક રીક્ષાને દિવસ દરમિયાન ચલાવ્યા બાદ કેવડિયામાં બનેલા પાર્કિંગમાં 50થી વધુ ઈ-રીક્ષાઓ મૂકવામાં આવી હતી, જેમાં ગત રાત્રે ચાર્જિંગમાં મૂકેલી આ ઈ-રિક્ષામાં આગ લાગી ગઈ હતી. જે બાદ તરત જ ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને અન્ય કેટલીક ઈ-રિક્ષાઓને ત્યાંથી હટાવી લેવા વધુ મોટું નુકસાન થતા અટકાવી લીધું હતું.