ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા અરવલ્લી જિલ્લામાં ફિલ્મી ઢબે કરાયો પ્રયાસ
- મતદાન જાગૃતિ માટે અરવલ્લી જિલ્લામાં અવનવા પ્રયાસો
અરવલ્લી, 30 માર્ચ: લોકસભા ચૂંટણી ૨૦૨૪ની જાહેરાત થતા જ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરી આ લોકશાહીના પર્વને ઉજવે તે માટે વિવિધ સ્થળો પર સાયકલ રેલી, વોકાથોન જેવા કાર્યક્રમો તો સાથે જ પોસ્ટર મેકિંગ, રંગોળી, નિબંધ લેખન, વકતૃત્વ જેવી સ્પર્ધાઓ યોજી લોકોને મતદાન માટે ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
ફિલ્મી ઢબે લોકોને મતદાન માટે આકર્ષવાનો પ્રયાસ
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મી સ્ટાઈલના પોસ્ટર બનાવી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ ફિલ્મની ડાયલોગ સાથે મતદાનના મહત્વને સાંકળી વિવિધ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
અહીં જૂઓ પોસ્ટર:
વધુમાં વધુ લોકો આ વર્ષે મતદાન કરે તે માટે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વિપ ટીમ કાર્યરત છે જે આવા જ અવનવા કાર્યક્રમો હાથ ધરી જિલ્લામાં મતદાન જાગૃતિ ફેલાવવા કામ કરી રહી છે.
આ પણ વાંચો: રૂપાલાના નિવેદનનો વિવાદઃ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું