ટ્રેન્ડિંગનેશનલ

125 કિલો મોરપીંછની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો, જાણો શું થયું?

Text To Speech
  • 1.5 લાખ કિંમતના મોરના પીંછા દિલ્હી એરપોર્ટથી જપ્ત
  • ચાર ભારતીય મુસાફરોની ધરપકડ કરવામાં આવી
  • વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ મોરના શિકાર પર પ્રતિબંધ છે

નવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બેંગકોક લઈ જવાતા 125 કિલો મોરના પીંછા જપ્ત કર્યા છે. જેમાં ચાર ભારતીય મુસાફરોની અટકાયત કરવામાં આવી છે. આ મોરના પીંછાની કિંમત 1.5 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ્સ વિભાગે ઑપરેશન હાથ ધરી મોરના પીંછાને બેંગકોક લઈ જવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.

કસ્ટમ્સ વિભાગે કાવતરાને નિષ્ફળ બનાવ્યો

મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને તેનો શિકાર વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમની અનુસૂચિ-1 હેઠળ પ્રતિબંધિત છે. એવામાં, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ આ જપ્તીને રોકવામાં આવી છે. હાલમાં, અધિકારીઓએ મુસાફરોને અટકાવીને દાણચોરીના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો જ્યારે ગેરકાયદે હેરફેર અટકાવવા તપાસ ચાલી રહી છે.

અગાઉ 2021માં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કસ્ટમ વિભાગ દ્વારા મોરના 21 લાખથી વધુ પીંછાઓ જપ્ત કર્યા હતા. જે પ્લાસ્ટિકની પાઈપોમાં ચીનમાં દાણચોરી કરવામાં આવી રહી હતી. આ કન્સાઇનમેન્ટનું વજન 2565 કિલો છે અને તેની કિંમત લગભગ રૂ. અંદાજે 5.25 કરોડની હતી.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર વિદેશી ચલણની સૌથી મોટી દાણચોરીનો પર્દાફાશ, ત્રણ દાણચોરો ઝડપાયા

Back to top button