દેશમાં અમેરિકા જેવો થઇ શકે છે હુમલો, જાણો કોને વ્યક્ત કરી આશંકા?

- 15મી ઓગસ્ટે આતંકવાદી અથવા ખાલિસ્તાની હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખી દિલ્હી પોલીસ કમિશનરે બેઠક યોજી
- આ વખતે આતંકી હુમલાની સંભાવના ઓછી પરંતુ ટાર્ગેટ કિલિંગના ઈનપુટ મળ્યા
- ખાલિસ્તાન તરફી પોસ્ટર લગાવીને દેશનું વાતાવરણ બગાડવાનો કરાઈ શકે છે પ્રયાસ
નવી દિલ્હી, 17 જુલાઈ : અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ દિલ્હી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. આગામી 15મી ઓગસ્ટે આતંકવાદી અથવા ખાલિસ્તાની હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ ગઈકાલે મંગળવારે તેમના ગૌણ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે 15 ઓગસ્ટે દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવો હુમલો થઈ શકે છે. આવી સ્થિતિમાં આપણે સાવધાન રહેવું પડશે. બીજી તરફ 15મી ઓગસ્ટે ટાર્ગેટ કિલિંગના પણ ઈનપુટ મળ્યા હોવાની સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે પોલીસ પણ આ બાબતે અત્યારથી જ સતર્ક હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ સાથે આવેલા તોફાનના કારણે 35 લોકોના મૃત્યુ, 230 ઘાયલ
બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ સહિત તમામ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર
દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટની તૈયારીઓ એક મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે. તૈયારીઓને લઈને પોલીસ કમિશનરે ગઈકાલે મંગળવારે એક બેઠક યોજી હતી જેમાં વરિષ્ઠ અધિકારીઓ સહિત તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ પર હુમલાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે દિલ્હીમાં આવી ઘટનાઓ ન થવી જોઈએ. આ ઉપરાંત પોલીસ કમિશનરે વહેલી તકે સ્ટાફને સક્રિય કરવા જણાવ્યું હતું. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુરક્ષાના એવા જ પગલા લેવા જણાવાયું હતું.
આ વખતે આતંકી હુમલાની શક્યતા ઓછી
બીજી તરફ, સ્પેશિયલ સેલના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદી હુમલા અંગે હજુ સુધી કોઈ ઈનપુટ મળ્યા નથી. અધિકારીઓનું કહેવું છે કે આ વખતે આતંકી હુમલાની શક્યતા ઓછી છે. આ વખતે ગુંડાઓ અને બદમાશો ટાર્ગેટ કિલિંગ કરી શકે છે તે અંગે કેટલાક ઇનપુટ પ્રાપ્ત થયા છે. ઉપરાંત, ખાલિસ્તાન સમર્થક ગુરુપંત પન્નુ 15 ઓગસ્ટે વિવિધ સ્થળોએ ખાલિસ્તાન તરફી પોસ્ટર લગાવીને દેશનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. પન્નુ તરફથી દિલ્હીનું વાતાવરણ બગાડવાની પૂરી શક્યતા અને ઇનપુટ મળી રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું, જાણો કોણ અધ્યક્ષ અને સભ્યો બન્યા ?