ટોપ ન્યૂઝનેશનલ

‘મુંબઈમાં ફરી થશે 26/11 જેવો આતંકી હુમલો’, પાકિસ્તાનના નંબર પરથી આવેલા વોટ્સએપ કોલમાં…

Text To Speech

મહારાષ્ટ્રના મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે મુંબઈમાં 26/11 જેવો વધુ એક હુમલો થશે. આ ફોન વિદેશથી આવ્યો હતો. આ સાથે વોટ્સએપ દ્વારા પણ ધમકીભર્યા મેસેજ મળ્યા હતા. ભારતમાં છેલ્લા ઘણા સમયથી ધમકી ભર્યા ફોન વધારે આવી રહ્યા છે. વારંવાર ફોન કોલ દ્વારા અલગ અલગ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે. ત્યારે હવે પાકિસ્તાનના નંબર પરથી આવેલા કોલમાં મુંબઈ 26/11 જેવો હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે.

‘મુંબઈને ઉડાવી દેવાની તૈયારી’

આ ધમકીભર્યો મેસેજ વિદેશી નંબર પરથી મોકલવામાં આવ્યો છે. મેસેજમાં લખ્યું છે કે, ‘મુબારક હો, મુંબઈમાં હુમલો થવાનો છે. એ 26/11ની યાદ અપાવશે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે 6 લોકો છે, જે ભારતમાં આ કામ પૂરું કરશે. ધમકી આપનાર વ્યક્તિએ આગળ લખ્યું છે કે તેઓ મુંબઈને ઉડાવી દેવાની તૈયારી કરી રહ્યા છે. હું પાકિસ્તાનથી છું. જો તમે લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરશો તો તે બહારની દેખાશે. અમારું કોઈ ઠેકાણું નથી.

આ પણ વાંચો : સોમાલિયાના મોગાદિશુમાં મોટો આતંકી હુમલો, આતંકવાદીઓ હયાત હોટલમાં ઘૂસ્યા, અત્યાર સુધીમાં 10 લોકોના મોત

ઉદયપુર જેવી ઘટનાનું પુનરાવર્તન કરવાની ધમકી

ધમકી આપનાર વ્યક્તિએ કેટલાક નંબર પણ શેર કર્યા છે. તેણે લખ્યું છે કે એટલા માટે મેં તમને પહેલાથી જ ભારતના નંબર આપ્યા છે. મેસેજમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઉદયપુરની જેમ માથું શરીરથી અલગ થવાનો કાંડ પણ બની શકે છે. હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

Back to top button