ટ્રેન્ડિંગફન કોર્નરવીડિયો સ્ટોરી

સ્કૂલમાંથી રજા મેળવવા માટે બાળકે લખેલી અરજી થઈ વાયરલ, લોકો કરી રહ્યા છે ફની કોમેન્ટ

Text To Speech
  • એક બાળકે શાળામાંથી રજા માટે અરજી લખી હતી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એ અરજી (એપ્લીકેશન) વાંચીને લોકો ફની રિએક્શન પણ આપી રહ્યા છે

HD ન્યૂઝ ડેસ્ક, 15 ઓગસ્ટ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યારે શું વાઈરલ થશે તે કોઈને ખબર હોતી નથી. અનેક વીડિયો અને પોસ્ટ આખો દિવસ વાયરલ થતા રહે છે. સામાન્ય રીતે ડાન્સ, ટેલેન્ટ અને ફાઈટના વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયોમાં કેટલાક સ્ક્રીનશોટ કે ફોટો પણ વાયરલ થાય છે, જેને જોયા બાદ લોકો પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. હાલમાં આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે ફોટો જોયા પછી તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં. તે વાયરલ ફોટામાં એક અરજી (એપ્લીકેશન) છે, જેને વાંચીને ઈન્ટરનેટ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું તમે ક્યારેય આવી અરજી લખી છે?

વાયરલ થઈ રહેલા ફોટોમાં એક અરજી જોવા મળી રહી છે જેમાં શાળામાંથી રજા લેવાનું લખવામાં આવ્યું છે. હવે તમે બધાએ તમારા સમયની અરજીની નોંધ લીધી જ હશે. પરંતુ આ તદ્દન અલગ છે. જેમાં બાળકે લખ્યું છે કે, ‘ડિયર મેડમ, હું નહીં આવું, નહીં આવું અને નહીં જ આવું, આભાર. હું નહિ આવું. રાકેશ.’ આ પછી તેણે નીચે તારીખ પણ લખી છે. આ મજેદાર અરજી (એપ્લિકેશન) સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે લખાયેલો આ પત્ર ખૂબ જ ફની છે, જેને વાંચીને લોકોએ ખૂબ જ મજા લીધી છે.

અહીં જૂઓ વાયરલ પોસ્ટ:

 

 

View this post on Instagram

 

A post shared by rolex_0064 (@rolex_0064)

આ પોસ્ટને Instagram પર rolex_0064 નામના પેજ પરથી શેર કરવામાં આવી છે. વીડિયોને અનેક લોકોએ લાઈક કર્યો છે. પોસ્ટ જોયા પછી એક યુઝરે લખ્યું- સીધી વાત નો બકવાસ. અન્ય યુઝરે લખ્યું – સારા હસ્તાક્ષર માટે વધુ માર્ક્સ. ત્રીજા યુઝરે લખ્યું- પ્રિન્સિપાલ હજુ પણ આઘાતમાં છે. ચોથા યુઝરે લખ્યું- લેજેંડ્સ કહી રહ્યા છે કે રાકેશ હજુ પણ ગેરહાજર છે. રાકેશ નામના યુઝરે લખ્યું- મેં આ ક્યારે લખ્યું?

આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસના અવસરે મહિલાએ બતાવ્યું પોતાનું ટેલેન્ટ, વીડિયો જોયા પછી લોકો કરવા લાગ્યા વખાણ

Back to top button