ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થતા કરાઇ અપીલ
- ગૃહ રાજ્ય મંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ
- ફેક આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો તેમ જણાવ્યું
- ફેક ID બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે
ગૃહ રાજ્ય મંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનતા હર્ષ સંઘવીએ અપીલ કરી છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવી છે કે ID પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો. તેમાં હર્ષ સંઘવીની ફેસબુક, ઇન્ટ્રાગ્રામના માધ્યમથી અપીલ છે. ફેક ID બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે. ફેક આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 203 તાલુકાઓમાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ
ગૃહ રાજ્ય મંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ
ગૃહ રાજ્ય મંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. તેમજ સુરત પોલીસ કમિશનરના નામે પણ ફેક ફેસબુક ID છે. તેમજ સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે ફેક ફેસબુક ID બન્યા છે. ફેક ID બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે. સાયબર ઠગબાજો દ્વારા સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે સોશિયલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે.
એકાઉન્ટ દ્રારા લોકો પાસેથી રૂપિયા માગતા હોવાની ઘટના સામે આવી
આ પ્યોર-પ્લે પેરોડી એકાઉન્ટ્સથી માંડીને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે બનાવેલા એકાઉન્ટ્સ સુધીની શ્રેણી હોય શકે છે. આવા કેટલાક એકાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને સેલિબ્રિટી/રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં છે. અગાઉ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટ દ્રારા લોકો પાસેથી રૂપિયા માગતા હોવાની ઘટના સામે આવી હતી. સતીશ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી આ મુદ્દે જાણકારી આપી હતી. નકલી ફેસબુક આઈડીથી લોકો પાસે રૂપિયા માંગતા મામલો સામે આવ્યો હતો. સતીશ પટેલે આવા ફેક એકાઉન્ટને ઇગ્નોર કરવા અને આવા લોકોને સહયોગ ન આપવા અપીલ કરી હતી.