મત જેહાદ કરવાની અપીલ! જાણો કોણે કરી અને શું પ્રત્યાઘાત પડયા?
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદની ભત્રીજીનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે
- મારીયા આલમ લોકોને મતોથી જેહાદ કરવાનું કહી રહી છે
- લોકસભા 2024ની ચુંંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 7મે એ થવાનુંં છે
ઉત્તર પ્રદેશ,30 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. જેમાં પ્રથમ તબક્કામાં દેશની 102 બેઠકો અને બીજા તબક્કામાં કુલ 88 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. આ ચૂંટણીના પ્રચારમાં એક પછી એક વિવિધ પક્ષોના નેતાઓના વિવિધ વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે. આ જ ક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમ લોકોને ‘વોટ જેહાદ’ માટે અપીલ કરતી જોવા મળી રહી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
એક સાથે મળીને વોટથી જેહાદ કરીએ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં મારિયા આલમ લોકોને કહેતી જોવા મળી રહી છે કે, ઘણી બુદ્ધિમત્તાથી, ઘણી શાંતિથી, એક સાથે મળીને મતોનો જેહાદ કરો. કારણ કે આપણે માત્ર મતોનો જેહાદ જ કરી શકીએ છીએ અને આ સરકારને ભગાડી શકીએ છીએ. સામે આવેલા આ વીડિયોમાં મારીયા આલમ કેટલાક લોકોને હુક્કાનું પાણી બંધ કરવાનું પણ કહી રહી છે. તેણે કહ્યું કે માનવતા ખતરામાં છે માટે સમજી વિચારીને મતદાન કરો.
યુપીમાં ક્યારે થવાનું મતદાન છે?
લોકસભા 2024ની ચૂંટણી 7 તબક્કામાં પૂર્ણ થવાની છે. આ સાથે યુપીની વિવિધ 80 સીટો પર પણ સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલ અને બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગયું છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. જ્યારે, સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
2024ની ચૂંટણીનો કાર્યક્રમ
તબક્કો 1 – 19મી એપ્રિલ
બીજો તબક્કો – 26 એપ્રિલ
ત્રીજો તબક્કો- 7મી મે
ચોથો તબક્કો- 13મી મે
પાંચમો તબક્કો – 20 મે
છઠ્ઠો તબક્કો- 25મી મે
સાતમો તબક્કો – 1 જૂન
પરિણામો- 4 જૂન
આ પણ વાંચો: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, જાણો સમગ્ર કાર્યક્રમ