બનાસકાંઠા : ડીસા મોદી સમાજની બહેનો માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો


બનાસકાંઠા 11 ઓગસ્ટ 2024 : ડીસા ખાતે શ્રી મોઢ મોદી સમાજની વાડીમાં મોદી સમાજના શ્રીમતી કોકીલાબેન વિનોદભાઈ પુનમચંદભાઈ પંચીવાલા પરીવાર વતી ડો. હીતેશભાઈ પંચીવાલા તથા ડો. રોશનીબેન મોદી, ડો. જીગરભાઈ પંચીવાલા, મોનાબેન પંચીવાલા દ્વારા ડીસા ખાતે મોદી સમાજની વાડી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોદી સમાજની ૯ વર્ષથી ૧૫ વર્ષની ૧૩૦થી દિકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મોદી સમાજની દીકરીઓ સાથે તેમના વાલીઓ તથા સમાજનાં તમામ ટ્રસ્ટનાં આગેવાનો, સમાજની કારોબારી સભ્યો તેમજ સમાજ નાં ડોક્ટરો વિગેરે હાજરી આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીમતી કોકીલાબેન વિનોદભાઈ પુનમચંદભાઈ પંચીવાલા પરીવાર દ્વારા આ કેમ્પ યોજીને એક ઉમદા કાર્ય કરી સમાજને રાહ ચીંધી નવા રીત રીવાજો ખોટા ખર્ચાઓ બંધ કરી, આવા સારા આયોજન થકી સમાજને ઉપયોગી થાય તેવા કેમ્પો યોજવામાં આવે તેવું આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન શેલૈષભાઈ મહેસુરીયા, વિનોદભાઈ મોદી, દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થયો અને મોતનો આંકડો પણ વધ્યો