ટ્રેન્ડિંગધર્મનેશનલ

અહીં છે ભગવાન શિવનું પ્રાચીન મંદિર, ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે ભોળાનાથ

HD ન્યૂઝ ડેસ્ક, 5 ઓગસ્ટ, ભગવાન શંકરનો સૌથી પ્રિય એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં દરેક શિવાલયોમાં જલાભિષેક સાથે શિવભક્તિની ગુંજ રહે છે. અમેઠીમાં સદીઓ જૂના પ્રાચીન મંદિર મુકુટ નાથ ધામની પોતાની આગવી ઓળખ છે. આ પ્રાચીન મંદિર ખૂબ જ ખાસ છે. એવું કહેવાય છે કે પાંડવોએ પણ આ મંદિરમાં પૂજા કરીને ભગવાન શિવની ભક્તિ કરી હતી. અમેઠીના પ્રાચીન શિવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે અને દૂર દૂરથી ભક્તો અહીં પૂજા કરવા આવે છે.

રાજાઓ સાથે જોડાયેલી કથા

મુકુટ નાથ ધામ અમેઠી જિલ્લાના તાલા ગામમાં આવેલું છે. તાલા ગામે આવેલ મુકુટનાથ ધામનો મહિમા અપાર છે. સદીઓ પહેલાના સમયમાં રાજાઓ પોતાનો મુગટ અહીં રાખતા હતા અને મુગટ રાખ્યા બાદ પૂજા-અર્ચના કરતા અને યુદ્ધ માટે નીકળી પડતા હતા અને યુદ્ધમાં વિજય મેળવતા હતા. દુષ્કાળના સમયે અહીં પૂજા કરવાથી ભગવાન ભોળેનાથ તમામ મુશ્કેલીઓ, અવરોધો અને સમસ્યાઓ દૂર કરે છે.

ખંડિત શિલ્પો પ્રાચીનતાની સાક્ષી પૂરે છે.

એક તરફ મંદિરમાં સ્થાપિત શિવલિંગ રામેશ્વરમની ઝલક આપે છે, તો બીજી તરફ મંદિરમાં પ્રાચીન ખંડિત શિલ્પો મંદિરની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. દૂર-દૂરથી ભક્તો પૂજા કરવા આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પહેલા અહીં રાજાઓનો કિલ્લો હતો અને જ્યારે કિલ્લો ખંડેરમાં ફેરવાઈ ગયો ત્યારે ખોદકામ દરમિયાન અહીં એક શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારબાદ ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે શિવલિંગ જમીનમાંથી બહાર ન આવ્યું તો રાજવી પરિવારે ત્યાં આ મંદિરની સ્થાપના અને જીર્ણોદ્ધાર કરાવ્યો. શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન કરવા અહીં ભક્તોની મોટી ભીડ ઉમટી પડે છે.

બાબા મુકુટ નાથ ધામ પરિસરમાં જૂનું હનુમાન મંદિર, નવનિર્મિત હનુમાન મંદિર, નંદી મહારાજ અને અન્ય ઘણા મંદિરો પણ બનેલા છે. આ સિવાય દુર્ગા મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. પરિસરમાં ભક્તો માટે પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટલાઈટ તથા પાકુ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. ભક્તોના બેસવા માટે ખુરશીઓ પણ બનાવવામાં આવી છે.

મંદિરના પૂજારી કામતાનાથે જણાવ્યું કે આ મંદિર ઘણું જૂનું છે. મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. રાજાઓના સમયમાં આ મંદિરમાં પૂજા-અર્ચના થતી હતી. મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી ન હતી પરંતુ મૂર્તિ પ્રગટ થઈ હતી. ગામના વિકાસ બાદ આ મંદિરની સ્થાપના કરવામાં આવી અને આજે આ મંદિરનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. અહીં રાખવામાં આવેલી પ્રાચીન મૂર્તિઓ મંદિરની પ્રાચીનતા દર્શાવે છે.

આ પણ વાંચો..શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે? જાણો પહેલો સોમવાર અને શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય

Back to top button