ગુજરાતફોટો સ્ટોરી

ગાંધી જયંતિ પર સાયન્સ સીટી ખાતે અદ્ભૂત ડ્રોન શો યોજાયો !

Text To Speech

અમદાવાદ: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની વૈશ્વિક સ્મૃતિમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ગુજરાત સાયન્સ સિટી દ્વારા 2જી ઓક્ટોબર, 2022ના રોજ ડ્રોન શો અને લાઇવ મ્યુઝિકલ ઈવનિંગ નો ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરાઈ.

આ ઉજવણી નિમિતે આયોજિત અવિસ્મરણીય કાર્યક્રમમાં સાયન્સ સિટી ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જે. બી. વદર, ,વિભાગના અધિકારીઓ સહિત 5000 થી વધુ ઉત્સાહી લોકો જોડાયા હતા. આશરે 250 જેટલા મેડ ઇન ઈન્ડિયા ડ્રોન દ્વારા અવકાશમાં ગાંધીજીની અદ્ભુત છબી એ લોકોને અચંબિત કરી દીધા હતા. આ અદ્ભુત આકાશી ડ્રોન શો 5000 એરિયલ મીટર માં નરી આંખે જોવા મળ્યો હતો. આ વિસ્તારના 250000 લોકો એ આ ડ્રોન શો નિહાળવાનો લાભ લીધો હતો.

જવણીના ભાગ રૂપે આયોજિત સંગીત સંધ્યામાં મેઘધનુષ બેન્ડ દ્વારા ગાંધીજી ને સ્મરણાંજલિ આપતા ગીતો અને અન્ય ગીતો એ ઉપસ્થ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.

આ ખાસ અવસર પર શ્રેષ્ઠ વિડિયો અને ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. . ઇવેન્ટ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને તેમની કૃતિને સાયન્સ સિટી ના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર દર્શાવવા નો મોકો મળશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કટિબદ્ધ છે. આ અંતર્ગત સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓઓનું પણ આયોજન કરવામાં આવે છે.

Back to top button