ગુજરાત

રાજ્યમાં ગત વર્ષ કરતાં કાર્ડિયાકના કોલમાં ચિંતાજનક વધારો, પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને થાય છે હૃદય સંબધિત સમસ્યા

રાજ્યમાં યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે. કોરોના પછી હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો હોવાનું અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં યુવાનો જ નહીં બાળકોમાં પણ હાર્ટ એટેક આવવાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે.

ગત વર્ષ કરતાં કાર્ડિયાક ઈમરજન્સીમાં ચિંતાજનક વધારો

તાજેતરના વર્ષોમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. હાર્ટ એટેક અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો યુવાન, આધેડ, વૃદ્ધો – વય જૂથો અને જીવનના ક્ષેત્રના લોકોમાં નોંધવામાં આવે છે.ઈમરજન્સી સેવા ‘108’પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગુજરાતમાં આ વર્ષે જૂન સુધી હૃદય સંબધિત ઈમરજન્સીના 29417કોલ્સ આવ્યા છે. આમ જોઈએ તો પ્રત્યેક દિવસે 163 જેટલા કોલ્સ હૃદયની સમસ્યા અંગે 108ને આવતા હોય છે. ગયા વર્ષની વાત કરવામા આવે તો ગત વર્ષે કાર્ડિયાક સંબધિત ઈમરજન્સીના દરરોજ સરેરાશ 135 કોલ્સ આવતા હતા. ત્યારે આ વર્ષે ગત વર્ષ કરતા કાર્ડિયાક ઈમરજન્સીમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.

કાર્ડિયાક ઈમરજન્સી -humdekhengenews

પ્રતિ કલાકે સરેરાશ 10થી વધુ વ્યક્તિને હૃદય સંબધિત સમસ્યા

આમ જોઈએ તો આ વર્ષે અત્યાર સુધી પ્રત્યેક કલાકે સરેરાશ કાર્ડિયાક ઈમરજન્સીના સરેરાશ 7 કોલ્સ આવે છે.ખાનગી અને સરકારી હોસ્પિટલમાં હૃદય સંબધિત સમસ્યા સાથે દાખલ થતાં દર્દીને ગણીએ તો ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10થી વધુ વ્યક્તિ હૃદય સંબધિત સમસ્યાનો સામનો કરતા હોય છે. ગત વર્ષે હૃદય સંબધિત સમસ્યાના49321 કોલ્સ આવ્યા હતા. જ્યારે આ વર્ષે ‘108’ ને હૃદય સંબધિત સમસ્યાના કુલ 60 હજારથી વધુ કોલ્સ આવે તેમ કહેવામા આવી રહ્યું છે. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદય સંબધિત સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં 12 ટકાનો વધારો થઇ શકે છે.

આ સમસ્યા જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો

અમદાવાદની યુ.એન. મહેતા ઈન્સ્ટિટયુટ ઓફ કાર્ડિયોલોજીના ડો. જયેશ પ્રજાપતિના જણાવ્યું હતુ કે ‘થોડા શ્રમ બાદ શ્વાસ લેવામાં સમસ્યા પડતી હોય, ફેમિલી હિસ્ટ્રીમાં હાર્ટ એટેક હોય, ધબકારાની ગતિ અનિયમિત રહેતી હોય તો તાકીદે ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.’

કાર્ડિયાક ઈમરજન્સી -humdekhengenews

આ કારણે થઈ શકે છે હૃદય સબંધિત સમસ્યાઓ

તણાવ, બેઠાડુ જીવનશૈલી અને અનિયમિત આહારની આદતોને કારણે હૃદયરોગનો હુમલો થવાનું જોખમ રહેલું છે, ઉપરાંત પરંપરાગત જોખમી પરિબળો જેમ કે હાઈ બીપી, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરનું મોટું જોખમ પરિબળ છે.

આ પણ વાંચો : સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા સિસ્ટમમાં ફરત ફર્યા; આપવામાં આવી નવી જવાબદારી

Back to top button