ગુજરાતના આ જિલ્લામાં આંખો આવવાના કેસોમાં ચિંતાજનક વધારો


- જિલ્લાની ખાનગી-સરકારી હોસ્પિટલોમાં કન્ઝક્ટિવાઈટિસના દર્દીઓ વધુ
- દરરોજ 500થી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે
- શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
ગુજરાતના વિવિધ જિલ્લામાં આંખો આવવાના કેસોમાં વધારો થયો છે. જેમાં નેત્રનો રોગચાળો વકરતા સુરેન્દ્રનગર જિલ્લામાં રોજિંદા 500થી વધુ નવા કેસ સામે આવ્યા છે. કન્ઝક્ટિવાઈટિસના રોગચાળાને લીધે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. વાલીઓને પણ બાળકોને શાળાએ ન મોકલવા તંત્રની અપીલ છે. અંદાજ મુજબ રોજ 500થી વધુ ઓપીડી દવાખાનાઓમાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતની SGSTની જુલાઈ, 2023ની આવક જાણી રહેશો દંગ
શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળે છે
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી આંખો આવવાના કેસોમાં ચિંતાજનક વધારો સામે આવ્યા છે. જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કન્ઝક્ટિવાઈટિસના દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એક અંદાજ મુજબ રોજ 500થી વધુ ઓપીડી દવાખાનાઓમાં આવી રહી છે. બીજી તરફ આંખો આવવાના કેસોના લીધે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળે છે. જેમાં શિક્ષણ વિભાગે પણ આંખો આવી હોય તેવા બાળકોને શાળાએ ન મોકલવા વાલીઓને અપીલ કરી છે.
દરરોજ 500થી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે
જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સરકારી હોસ્પિટલોના આંખોના વિભાગ અને આંખોની ખાનગી હોસ્પિટલમાં કન્ઝક્ટિવાઈટિસના રોગ વધુ દેખાઈ રહ્યા છે. આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યુ કે, આ એક ચેપી રોગ છે. જેના દરરોજ 500થી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દર્દીઓએ શકય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવુ જોઈએ. આંખો આવવાના કેસોમાં દર્દીઓએ આંખોનું જતન કરવુ જોઈએ, વારંવાર આંખો ચોળવી જોઈએ નહી. આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર છોડીને નિષ્ણાત ડોકટર્સની સલાહ લઈને પ્રીસ્ક્રીપશન મુજબ આપેલ આંખના ટીપા જ આંખોમાં નાંખવા જોઈએ.