ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરો અટવાયા

Text To Speech
  • ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઇટો લેવા મુસાફરી કરનાર પેસેન્જરોની હાલાકી વધી
  • અમદાવાદ-મુંબઈ બંને એરપોર્ટ પર પેસેન્જરો અટવાયા
  • ફલાઈટમાં જતા-આવતા બંને રૂટના પેસેન્જરો હેરાન થયા

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરો અટવાયા હતા. જેમાં અમદાવાદ-મુંબઈની ફ્લાઇટ સાડા પાંચ કલાક મોડી ઉપડી હતી. તેમાં ફ્લાઇટમાં ખામી સર્જાતા અમદાવાદ-મુંબઈ બંને એરપોર્ટ પર પેસેન્જરો અટવાયા હતા. ફ્લાઇટમાં ખામીને કારણે ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઇટો લેવા મુસાફરી કરનાર પેસેન્જરોની હાલાકી વધી છે.

આ પણ વાંચો: અમદાવાદ: બાંગ્લાદેશનાં વિદ્યાર્થીઓને શહેર ન છોડવા ગુજરાત યુનિવર્સિટીનો આદેશ

અમદાવાદ-મુંબઈ બંને એરપોર્ટ પર પેસેન્જરો અટવાયા

એર ઈન્ડિયાની ફ્લાઇટ મુંબઈથી ટેક ઓફ થાય તે પહેલાં તેમાં ટેક્નિકલ ખામી હોવાનું ધ્યાને આવતા પેસેન્જરો અટવાયા હતા. આ ફ્લાઇટ બપોરે અમદાવાદ પહોંચીને સાંજે 5.30એ મુંબઈ જવા રવાના થતી હોય છે. જોકે, ફ્લાઇટમાં ખામી સર્જાતા અમદાવાદ-મુંબઈ બંને એરપોર્ટ પર પેસેન્જરો અટવાયા હતા. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર 130માંથી દસ પેસેન્જરે ટિકિટ કેન્સલ કરાવી ઘરે જતા રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફ્લાઇટમાં ટેક્નિકલ ખામીને કારણે ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઇટો માટે લેવા મુસાફરી કરનાર પેસેન્જરોની હાલાકી વધી હતી.

ફલાઈટમાં જતા-આવતા બંને રૂટના પેસેન્જરો હેરાન થયા

મુંબઈથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેક ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાયાની બાબત ધ્યાને આવી હતી. પાઇલોટે એટીસીનો સંપર્ક કરી રનવે પરથી ફલાઈટ રિર્ટન કરી હતી. આ દરમિયાન બીજી ફલાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે ફલાઈટ અમદાવાદ રાત્રે દસ વાગ્યે પહોંચી હતી. બીજી તરફ આજ ફલાઈટમાં સાંજે 5.30 વાગ્યે અમદાવાદથી મુંબઈ જવા માટે પહોંચેલા પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ પર અટવાતા હોબાળો મચ્યો હતો. આમ, બીજી ફલાઈટની વ્યવસ્થામાં સમય લાગતા મુંબઈ-અમદાવાદ બંને એરપોર્ટ પર આ ફલાઈટમાં જતા-આવતા બંને રૂટના પેસેન્જરો હેરાન થયા હતા.

Back to top button