ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના આ વિસ્તારમાં રૂ.13.83 કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન બનશે

  • ફાયર બ્રિગેડ વિભાગને વધુ સજ્જ બનાવવું જરૂરી છે
  • 18મું ફાયર સ્ટેશન બનાવવા માટે હિલચાલ હાથ ધરાઈ
  • ફાયર સ્ટેશનનો ખર્ચ વધીને રૂ. 15 કરોડ થવાની શક્યતા

અમદાવાદના ગોતામાં રૂ.13.83 કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા AMCની કવાયત શરૂ થઇ છે. જેમાં હાલ શહેરમાં 17 ફાયર સ્ટેશન છે. તેથી 18મું ફાયર સ્ટેશન બનાવાશે. ફાયર એડવાઈઝરી કમિટીના નોર્મ્સ મુજબ શહેરમાં ત્રીજા ભાગના જ ફાયર સ્ટેશન છે. તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગોતા વોર્ડમાં રૂ. 13 કરોડ, 83 લાખના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવા માટેની દરખાસ્ત યોજાનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.

આ પણ વાંચો: આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થતાં આ તારીખે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે

18મું ફાયર સ્ટેશન બનાવવા માટે હિલચાલ હાથ ધરાઈ

શહેરમાં હાલ 17 ફાયર સ્ટેશન છે અને મ્યુનિ. દ્વારા 18મું ફાયર સ્ટેશન બનાવવા માટે હિલચાલ હાથ ધરાઈ છે. ફાયર એડવાઈઝરી કમિટીના નોર્મ્સ મુજબ, 10 કિ.મી. દીઠ એક ફાયર સ્ટેશન હોવું જોઈએ. અમદાવાદના વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં લેતાં શહેરમાં 50 જેટલાં ફાયર સ્ટેશન હોવા જોઈએ. પરંતુ અમદાવાદમાં ફક્ત 17 એટેલેકે ત્રીજા ભાગના જ ફાયર સ્ટેશન હોવાનું સ્પષ્ટ થાય છે. જોકે, GST રેટ 12 ટકાથી વધીને 18 ટકા થવા તેમજ GSTના 5.36 ટકાના તફાવત, સ્ટીલ, સિમેન્ટના ભાવમાં તફાવતનો ભાવ વધારો કોન્ટ્રાક્ટરને આપવાને પગલે ગોતામાં તૈયાર થનાર ફાયર સ્ટેશનનો ખર્ચ વધીને રૂ. 15 કરોડ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: CBSE બોર્ડના વિદ્યાર્થીઓ હવે સ્કિલ મોડયૂલ પણ ભણશે

ફાયર બ્રિગેડ વિભાગને વધુ સજ્જ બનાવવું જરૂરી

શહેરના વિવિધ વિસ્તારોમાં આગ- અકસ્માતોની ઘટનાઓને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ વિભાગને વધુ સજ્જ બનાવવું જરૂરી છે. AMC દ્વારા ઉત્તર- પશ્ચિમ ઝોનમાં ગોતા વોર્ડમાં TP- 56 (સોલા- ગોતા-ઓગણજ)ના FP-240 પૈકીના પ્લોટમાં નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. રૂ. 13.81 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર્સ, બનાવવાના કામમાં ફક્ત સિવિલ વર્ક, ફાયર ફાઈટિંગ કામ માટે કોન્ટ્રાક્ટર જેકીન એન્ટરપ્રાઈસીસના 2.70 ટકા ઓછા ભાવના ટેન્ડરને મંજૂર કરવા માટે સોમવારે યોજનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરાશે અને ત્યારપછી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવાશે. હાલ ફક્ત 17 ફાયર સ્ટેશન આવેલા છે અને ગોતા પછી સંખ્યા વધીને 18 થશે.

Back to top button