અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પોલીસ અધિકારીઓ-કર્મીઓ માટે સારા સમાચાર, પરિવારને સમય આપી શકે તે માટે વધારાની રજા મંજૂર કરાઈ

Text To Speech

પોલીસ અધિકારીઓ-કર્મીઓ માટે સારા સમાચાર
પોલીસ અધિકારીઓ-કર્મીઓ માટે વર્ષમાં 3 રજા કરાઇ મંજૂર કરાઈ

વાર તહેવાર હોય કે કોઈ પણ ખાસ દિવસ હોય આ દિવસે પોલીસ વિભાગ હંમેશા બંદોબસ્તમાં કે પછી કોઈને કોઈ કામગીરીમાં વ્યસ્ત રહેતું હોય છે. તેમની પાસે શાંતિથી બેસીને ઘણીવાર જમવાનો પણ સમય હોતો નથી. તેઓ આખો દિવસ પોતાની ફરજ નીભાવે છે. એટલું જ નહિ રાત્રે પણ લોકોની સુરક્ષા માટે તેઓ પેટ્રોલિંગ કરતા હોય છે. જેના કારણે તેમના પોતાના પરિવારને પણ સમય આપી શકતા નથી. જેથી મોટાભાગે પોલીસ કર્મચારીઓ માટે તેમની નોકરી જ તેમનું પરિવાર હોય તેમ જોવા મળતું હોય છે. જો કે,બીજી તરફ આના કારણે પોલીસ કર્મચારીઓના પરિજનો પણ પોતાના પરિવારના સભ્યો સાથે સમય વિતાવી ન શકતા હોવાથી આ અંગે ગુજરાત પોલીસ મહાનિર્દેશક ઓફિસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ મહાનિર્દેશકની ઓફિસ દ્વારા એક પરિપત્ર જાહેર

પ્રાપ્ત વિગતો અનુસાર,ગુજરાત પોલીસ મહાનિર્દેશકની ઓફિસ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.પોલીસ વિભાગના પરિપત્રમાં CID ક્રાઈમ અને રેલવે પોલીસ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ અધિકારીઓ-કર્મીઓ માટે વર્ષમાં 3 રજા કરાઇ મંજૂર કરાઈ છે.જો કે આ પરિપત્ર હાલ ફક્ત સી.આઈ.ડી ક્રાઇમ અને રેલવેઝમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે જ છે. આ નિર્ણયને લઈ હાલ રેલવે પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ દિવસોએ રજા મંજુર કરવામાં પ્રાથમિકતા અપાશે

મહત્વનું છે કે, પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, ચૂંટણી બંદોબસ્ત કે આકસ્મિત પ્રતિબંધિત હુકમો થયા હોય તે સિવાય આ દિવસોએ રજા મંજુર કરવામાં અવશ્ય પ્રાથમિકતા આપવામાં આવશે. જેથી તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાને યોગ્ય જણાય તે ત્રણ જન્મદિવસ અને વર્ષગાંઠની માહિતી સંબંધિત વહીવટી શાખામાં મોકલી આપવાની રહેશે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ ચંન્દ્રક વિજેતા રાજ્યના પોલીસ અધિકારીઓ-કર્મીઓનો ચંન્દ્રક અલંકરણ સમારોહ યોજાયો

Back to top button