સાબરકાંઠા જિલ્લામાં જ્ઞાતિ-જાતિની અસરો સાથે “વોટ”નો હિસાબ
ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ ચાર વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.
હિંમતનગર બેઠક:
ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ પહેલાએ ઇ.સ. 1426માં જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની સ્થાપના કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું હતું. જોકે, પૂર્વજો તેને અમનગર કહેતા હતા. ત્યારબાદ ઇ.સ. 1848માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું હતું અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનું નામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું. 1947માં ભારતની સ્વતંત્રતા પછી ઇડર રાજ્ય ભારતમાં ભળી ગયું હતું. 1947થી 1965 સુધી હિંમતનગર ઇડર જિલ્લામાં હતું. ત્યારબાદ તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનું સૌથી મોટું શહેર અને વડું મથક હતું. 1961થી તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો ભાગ બન્યું હતું.
જ્ઞાતિ-જાતિના સમીકરણો અને તેની અસરો
હિંમતનગર વિધાનસભા મતવિસ્તાર – હિંમતનગર વિધાનસભા (27) ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સ્થિત છે અને તે સાબરકાંઠા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ 340710 વસ્તીમાંથી 70.29% ગ્રામીણ અને 29.71% શહેરી વસ્તી છે.
વર્ષ 2012માં કોંગ્રેસના ચાવડા રાજેન્દ્રસિંહ રણજીતસિંહને 85008 મત મળ્યા હતા. તથા ભાજપના પટેલ પ્રફુલભાઈ ખોડાભાઈને 72652 મત મળ્યા હતા. જેમાં ચાવડા રાજેન્દ્રસિંહ રણજીતસિંહ 12356 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા(રાજુભાઈ ચાવડા)ને 94340 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના કમલેશકુમાર જયંતિભાઈ પટેલને 92628 મત મળ્યા હતા. જેમાં રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા 1712 મતથી જીત્યા હતા. જેમાં હિંમતનગર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 142791 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 137343 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 18 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 280152 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
ઇડર બેઠક:
સાબરકાંઠાની ઇડર વિધાનસભા બેઠક એસસી અંતર્ગત અનામત બેઠક ગણાય છે. આ બેઠક પર અગાઉ નરહરિ અમીન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિતના ટોચના આગેવાનો ચૂંટાઈને આવ્યા છે. રમણલાલ વોરા આ બેઠક પર સતત પાંચ વખત ચૂંટાયા હતા. વર્તમાન સમયે પણ ઇડરમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે.
અત્યારે ઈડરના ધારાસભ્ય તરીકે હિતુ કનોડિયા જવાબદારી સંભાળી રહ્યા છે. હિતુ કનોડિયાએ વર્ષ 2017ની ચૂંટણીમાં મણીભાઈ વાઘેલાને પરાસ્ત કર્યા હતા. એકંદરે આ બેઠક પર 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. તેના પરથી કહી શકાય કે, અત્યારે ઇડર બેઠક ભાજપના ગઢ સમાન છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસે ઘણી મહેનત કરવી પડશે.
વર્ષ 2012માં ભાજપના રમણ લાલ વોહરાને 90279 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના સોલંકી રામાભાઈ વિરચંદભાઈને 78899 મત મળ્યા હતા. જેમાં રમણ લાલ વોહરા 11380 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના કનોડિયા હિતુને 98815 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના મણીભાઈ જેઠાભાઈ વાઘેલાને 84002 મત મળ્યા હતા. જેમાં કનોડિયા હિતુ 14813 મતથી જીત્યા હતા. જેમાં ઇડર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 146206 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 140605 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 286816 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
ખેડબ્રહ્મા બેઠક:
ખેડબ્રહ્મા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. તે ઐતહાસિક અને પ્રાચીન દ્રષ્ટિએ જવલ્લે જ જોવા મળતા બ્રહ્માના મંદિર અને વાવ, અંબિકા મંદિર અને મહાવીર જૈન મંદિર માટે જાણીતું છે. આ સાથે જ ખેડબ્રહ્મા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકો અને વિજયનગર તાલુકાનો સમાવેશ થાય છે.
વર્ષ 2012માં કોંગ્રેસના અશ્વિન કોટવાલને 88488 મત મળ્યા હતા. તથા ભાજપના મકવાણા ભોજાભાઈ હુજાભાઈને 38351 મત મળ્યા હતા. જેમાં અશ્વિન કોટવાલ 50137 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના કોટવાલ અશ્વિનભાઈ લક્ષ્મણભાઈને 85916 મત મળ્યા હતા. તથા ભાજપના રમીલાબેન બારાને 74785 મત મળ્યા હતા. જેમાં કોટવાલ અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ 11131 મતથી જીત્યા હતા. જેમાં ખેડબ્રહ્મા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 144691 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 138179 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 282875 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
પ્રાંતિજ બેઠક:
182 વિધાનસભા બેઠકમાં પ્રાંતિજ વિધાનસભા બેઠક 33મા ક્રમાંકે છે. પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તાર સાબરકાંઠા લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાએ જયસિંહજી ચૌહાણને હારનો સ્વાદ ચખાડ્યો હતો. વર્ષ 1990થી વર્ષ 2007 સુધી એટલે કે, 5 ટર્મ સુધી પ્રાંતિજ બેઠક પર ભાજપનો દબદબો હતો. વર્ષ 1990 અને 1995ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર વિરેન્દ્રસિંહ ઝાલાએ જીત મેળવી હતી. વર્ષ 1998 એને 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર દીપસિંહ રાઠોડે જીત મેળવી હતી. તો વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જયસિંહજી ચૌહાણે આ બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યો હતો.
વર્ષ 2012માં કોંગ્રેસના બરૈયા મહેન્દ્રસિંહ કચરસિંહને 76097 મત મળ્યા હતા. તથા ભાજપના ચૌહાણ જયસિંહજી માનસિંહજીને 69083 મત મળ્યા હતા. જેમાં બરૈયા મહેન્દ્રસિંહ 7014 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના પરમાર ગજેન્દ્રસિંહ ઉદેસિંહને 83482 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના બરૈયા મહેન્દ્રસિંહ કચરસિંહને 80931 મત મળ્યા હતા. જેમાં પરમાર ગજેન્દ્રસિંહ 2551 મતથી જીત્યા હતા. જેમાં પ્રાંતિજ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 133665 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 125210 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 4 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 258879 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.