વડોદરાની વાઘોડિયા ચોકડી તથા સુરતના કોસંબા નજીક અકસ્માત, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા
- કન્ટેનરના ડ્રાઇવરે જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલું બીજું કન્ટેનર ધડાકા સાથે ઘૂસી ગયું
- અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્યો
- મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો
વડોદરાની વાઘોડિયા ચોકડી પર ગઈ રાતે એક સાથે ચાર વાહનનો અકસ્માત થતા ફસાયેલા ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્યો
અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્યો હતો. વાઘોડિયા ચોકડી નજીક બ્રિજ ઉતરતી વખતે એક ઇકો કારની પાછળ કન્ટેનર ભટકાયું હતું. કન્ટેનરના ડ્રાઇવરે જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલું બીજું કન્ટેનર તેમાં ધડાકા સાથે ઘૂસી ગયું હતું અને ડ્રાઇવર ફસાયો હતો. આ કન્ટેનરની પાછળ આવી રહેલી બીજી એક કાર પણ ભટકાતા ચાર વાહનનો અકસ્માત થયો હતો. બનાવને પગલે ટ્રાફિકજામ થતા પોલીસ દોડી આવી હતી. સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન ફાયર બ્રિગેડ પણ આવી જતા ડ્રાઇવરનું રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો
તેમજ રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને 40 જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતા. જોકે આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોંકુ જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી.
આ પણ વાંચો: અમેરિકાના ન્યૂ જર્સીમાં ગાંધીનગરના યુવકે મહિલા મકાન માલિકની હત્યા કરી