ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

બનાસકાંઠાના દાંતીવાડા નજીક ટ્રેકટર-ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, બંને પિતરાઈ ભાઈઓ કાળનો કોળિયો બન્યા

Text To Speech

બનાસકાંઠા, 12 ફેબ્રુઆરી: 2025: રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. દરરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ,જેમાં બે પિતરાઈ ખેડૂત ભાઈઓના કરૂણ મૃત્યુ થયા હતા. બનાસકાંઠાના દાંતીવાડા નજીક બે પિતરાઇ ભાઇઓ ટ્રેકટરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રેલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો

બનાસકાંઠાના ધાનેરાના વાછોલ ગામના બે ખેડૂત પિતરાઈ ભાઈઓ બટાકા ટ્રેકટરમાં ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા માટે જતા હતા,તે દરમિયાન દાંતીવાડાના સીપુ ડેમ નજીક તેઓના ટ્રેકટરને એક બેલગામ ટ્રેલર ચાલકે પાછળથી ધડાકાભેર અથડાયું હતું,અને સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને પિતરાઈ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા હતા, અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બે જવાનજોધ પિતરાઇ ભાઇઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રેકટરમાં ભરેલા બટાકા માર્ગ પર વિખેરાય ગયા હતા,અને ભારે ટ્રાફિકજામ પણ સર્જાય ગયો હતો.

ઘટના અંગેની જાણ ડીસા રૂરલ પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવીને તપાસ શરૂ કરી હતી,અને અકસ્માતમાં મોતને ભેટનાર ભાઈઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા,તેમજ માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. વાછોલ ગામમાં ઘટનાની જાણ થતા જ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ માટે સી.સી.ટી.વી ફૂટેજ તપાસી રહી છે. આ ઉપરાંત ટ્રેલર ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો..અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ

Back to top button