કેરળના સ્વાસ્થ્ય મંત્રી વાયનાડ પહોંચે એ પહેલા થયો અકસ્માત, હોસ્પિટલમાં કર્યા દાખલ
- કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જની કારને અકસ્માત નડ્યો હતો. મલપ્પુરમના મંચેરીમાં વીણા જ્યોર્જની કારનો માર્ગ અકસ્માત થયો હતો
મલપ્પુરમ, 31 જુલાઈ: કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ બુધવારે મલપ્પુરમ જિલ્લામાં અકસ્માતનો ભોગ બન્યા હતા. મલપ્પુરમના મંચેરીમાં વીણા જ્યોર્જની કારનો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કેરળના સ્વાસ્થ્ય મંત્રીને સામાન્ય ઈજા થઈ છે. તેમને ડાબા હાથે ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે મંચેરી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.
વાયનાડ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી ભૂસ્ખલન પ્રભાવિત જિલ્લા વાયનાડની મુલાકાતે જવાના હતા. આ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. તે વાયનાડ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે વીણા જ્યોર્જને સામાન્ય ઈજા થઈ છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
Kerala: Health Minister Veena George’s vehicle was involved in an accident in Mancheri, Malappuram, due to a collision with a scooter. Both the injured bikers and the slightly injured minister were admitted to Mancheri Medical College Hospital. Veena George sustained an injury to… pic.twitter.com/xBWQZfLPRa
— IANS (@ians_india) July 31, 2024
300 થી વધુ મકાનોને થયું નુકસાન, મૃત્યુઆંક વધીને 146 થયો
વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 146 થઈ ગઈ છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ભૂસ્ખલનને પગલે મુંડક્કાઈ અને ચુરલમાલા વિસ્તારોમાં 180 થી વધુ લોકો ગુમ થયા છે અને 300 થી વધુ મકાનોને સંપૂર્ણપણે નુકસાન થયું છે.
કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધખોળ ચાલુ
આર્મી, નેવી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની બચાવ ટીમ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી રહી છે. મંગળવારે વહેલી સવારે 2:00 થી 4:00 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે લોકો તેમના ઘરોમાં સૂઈ રહ્યા હતા અને તેઓને બચવાની તક મળી ન હતી. મંગળવારે મોડી રાત્રે વાયનાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નિલામ્બુર અને મેપ્પડીમાંથી લગભગ 30 માનવ શરીરના અંગો પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો: આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય ઉપેક્ષા વાયનાડમાં વિનાશક ભૂસ્ખલનનું બન્યું કારણ, અભ્યાસમાં દાવો