નેશનલ

બિહારના કટિહારમાં ગમખ્વાર અકસ્માત : હાઈવે પર ટ્રક અને રિક્ષા ટકરાયા, એક જ પરિવારના 7 લોકોના મોત

બિહારના કટિહારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અકસ્માત એન.એચ. 81 પર કોધા પોલીસ સ્ટેશન વિસ્તારના દિઘારી ખાતે થયો હતો. જાણકારી અનુસાર ઓટો અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા સાથે જ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. હાલ મૃતકની ઓળખ મેળવાઈ રહી છે.

તમામ મૃતકો એક જ પરિવારના

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બનાવમાં સ્થાનિક સુત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હતા અને તેઓ ક્યાંક જવા માટે ટ્રેન પકડવા માટે જતા હતા ત્યારે ટ્રકે તેમની રિક્ષાને કચડી નાખી હતી. અકસ્માત બાદ વાહનવ્યવહાર સંપૂર્ણ પણે ઠપ થઈ ગયો છે.

Back to top button