ગુજરાતટ્રેન્ડિંગ

સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોએ જીવ ગુમાવ્યો

Text To Speech
  • સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
  • અકસ્માતમાં અઢી માસના બાળક અને યુવતીનું મોત થયું
  • ઈજાગ્રસ્તોમાં બે લોકોની હાલત ગંભીર છે

સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે. શટલ રિક્ષા અને આયશર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે અને અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તથા અકસ્માતમાં અઢી માસના બાળક અને યુવતીનું મોત થયુ છે. સાયલા હાઈવે પર મોડેલ સ્કૂલ સામે અક્સ્માત સર્જાયો છે.

અકસ્માતમાં અઢી માસના બાળક અને યુવતીનું મોત થયું

અકસ્માતમાં અઢી માસના બાળક અને યુવતીનું મોત થયું છે, ત્યારે ઈજાગ્રસ્તોમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. વડોદરામાં પણ અકસ્માતની ઘટના બની હતી. વાઘોડિયા વિસ્તારમાં ડમ્પરચાલકે બાઈકચાલકનો જીવ લીધો હતો. ડમ્પર ચાલકે બાઈકચાલકને અટફેટે લેતા બાઈકચાલક 100 ફૂટ જેટલો ઢસડાઈ ગયો હતો અને ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. વાઘોડિયાના ખેરવાડી રોડ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો, ત્યારે હાલમાં તેની શોધખોળ ચાલી રહી છે.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બીજી તરફ આણંદના ખંભાતમાં ST બસચાલકની ગંભીર બેદરકારી સામે આવી હતી. બસ સ્ટેન્ડમાં બસ ચાલકે 2 મહિલાને અડફેટે લીધી હતી અને બંને મહિલા ઘાયલ થઈ હતી. ત્યારે ઘાયલ બે મહિલાઓ પૈકી એક મહિલા ગર્ભવતી પણ હતી. પાંદડની બંને મહિલાઓ દવા લેવા માટે આવી હતી, ત્યારે બસ ચાલકે અટફેડે લેતા બંને ઘાયલ મહિલાઓને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ગાંધીનગરના માણસાના આજોલ ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. વાનની અડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આજોલથી લોદરા ગામે જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો અને વાનચાલક અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button