ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ખેડામાં નેશનલ હાઇવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર કેબીનમાં ચગદાઇ ગયો

Text To Speech
  • નડિયાદ આણંદ વચ્ચે આવેલ ભૂમેલ રેલવે બ્રીજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત
  • નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
  • અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત તેમજ અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો

ખેડામાં નેશનલ હાઇવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ડ્રાઇવર કેબીનમાં ચગદાઇ ગયો છે. તેમાં ટ્રકની બોડી કાપી મૃતદેહ બહાર કઢાયો છે. જેમાં અકસ્માતમાં એકનું મોત છે.હાઇવે પર ટ્રક રોંગ સાઇડથી આવતો હોવાથી અકસ્માત થયો છે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં આવતીકાલથી બે દિવસ માવઠાની આગાહી

નડિયાદ આણંદ વચ્ચે આવેલ ભૂમેલ રેલવે બ્રીજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત

નડિયાદ આણંદ વચ્ચે આવેલ ભૂમેલ રેલવે બ્રીજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. તેમજ અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આણંદ તરફ જઈ રહેલ ટ્રક ડિવાઈડર સુધી રોંગ સાઈડે આવી જતા સામેથી આવી રહેલ કન્ટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માત થતા ટ્રક ડ્રાઇવર ટ્રકની કેબીનમાં ફસાયો હતો. જેમાં અકસ્માતની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરવા ઘટના સ્થળે પહોંચી હતી.

નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

અક્સ્માતની જાણ થતા હાઇવે પેટ્રોલિંગની ટીમ , 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રેલવે બ્રીજ પર અકસ્માત થતાં સ્થાનિક પોલીસ દ્વારા વડોદરાથી અમદાવાદ જતા હાઇવે પરના ટ્રાફિકને એક કલાક સુધી રોકવામાં આવ્યો હતો. તેમજ અકસ્માતને પગલે પોલીસે વધુ તપાસ હાથધરી છે. ટ્રકમાં ફસાયેલ ડ્રાઇવરને બહાર કાઢવા માટે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. સ્પેડર અને કટરની મદદ દ્વારા નડિયાદ ફાયર બ્રિગેરની ટીમે 30 મિનિટની જહેમત બાદ ટ્રક ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

Back to top button