ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતના ગોઝારા કાર અકસ્માતમાં 8 મહિનાની બાળકીએ પણ અંતિમ શ્વાસ લીધા, 68 કલાક મોત સામે ઝઝૂમી તોડ્યો દમ

  • સુરતમાં 68 કલાક મોત સામે ઝઝૂમી દમ તોડ્યો
  • ગોઝારા કાર અકસ્માતમાં 8 મહિનાની બાળકીએ પણ અંતિમ શ્વાસ લીધા
  • પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો

સુરતમાં ગત 23 ઓગસ્ટની રાતે 11.30 વાગ્યે ખજોદ ડાયમંડ બુર્સ નજીક એક કાર ડમ્પરની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કાર ચાલક,તેની પત્ની, બાળકી અને તેના મિત્ર સહિત ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં મહિલાના મોત બાદ હવે બાળકીનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પત્ની અને દીકરીનું મોત અને પતિ ઇજાગ્રસ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર,ચીખલીથી રાંદેર ઘરે પરત આવતા સમયે ગત 23 ઓગસ્ટની રાતે 11.30 વાગ્યે ખજોદમાં ડાયમંડ બુર્સ પાસે કાર ડમ્પર પાછળ ઘુસી ગઈ હતી. કારમાં સવાર એક 8 માસની દીકરી, પત્ની અને પતિ અને તેના મિત્રને ગંભીર ઇજા થઇ હતી. તમામ ઇજાગ્રસ્તને લોકોની મદદથી કારમાંથી બહાર કાઢી 108માં સારવાર માટે સિવિલ મોકલ્યા હતા. જોકે, પત્ની ભાવિકા સેવલાનીને મૃત જાહેર કરાઈ હતી. ત્યારબાદ બીજા દિવસે સાંજે પતિના મિત્ર ઇન્દ્રજીત ટેલરનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં સચિન પોલીસ સ્ટેશન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનાં બે પોલીસ કર્મચારીઓએ માનવતા દાખવી હતી. નોકરી પરથી ઘરે જતાં બંને પોલીસ કર્મચારીઓને રસ્તે અકસ્માત દેખાયા બાદ તાત્કાલિક કારને રોડ બાજુએ ઉભી કરી મદદમાં દોડી ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી 8 માસની બાળકી હોવાથી બંને પોલીસ કર્મચારીઓ સિવિલ દોડી ગયા હતા.

ઘરે પરત ફરતાં સમયે અકસ્માત નડ્યો
ઇજાગ્રસ્ત અમિત સેવલાનીની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. લગ્નને 2 વર્ષ જ થયા અને એક અકસ્માતમાં પત્ની અને 8 મહિનાની દીકરી બંનેને ગુમાવી. અમિત ઓલા કાર કંપનીમાં ડ્રાઇવર છે. પરિવાર અને મિત્ર ઇન્દ્રજીત ગુલાબદાસ ટેલર સાથે એની જ કારમાં ચીખલી ગયા હતા. જયાંથી પરત ફરતા સમયે આ અકસ્માત નડ્યો હતો.

પત્ની અને દીકરીને ગુમાવી યુવક ભાંગી પડ્યો
બંને પોલીસ કર્મચારીઓ ભરત બચુભાઈ ડાંગર (સચિન પોલીસ સ્ટેશન) અને મિત્ર હિતેન્દ્ર સિંહ ચાવડા (સચિન જીઆઈડીસી)એ સોનોગ્રાફી, એક્સ-રે કઢાવી બાળકીને આઇસીયુમાં દાખલ કરાવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોને જવાબદારી આપી ઘરે ગયા હતા. બાળકીને આઈસીયુમાં દાખલ કરાઈ હતી. જ્યાં 68 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. પત્ની અને દીકરીને ગુમાવી અમિત ભાંગી પાડ્યો હતો. આ અકસ્માત કેસમાં અમિત સામે જ ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો : સુરત : લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ શરૂ, ડાયમંડ ઉદ્યોગના વિકાસથી સૌ કોઈ પ્રભાવિત

Back to top button