

આણંદ, 2 જૂન : લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે Amul દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. Amul એ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. Amul ગોલ્ડ, Amul તાજા અને Amul શકિતનો સમાવેશ થાય છે. Amul તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
કાલથી જ નવો ભાવ લાગુ થશે
Amul દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આવતીકાલે 3 જૂનથી આ ભાવ વધારો લાગુ થશે. Amul ગોલ્ડના પ્રતિ લીટર 66 રૂપિયા, Amul તાજાના પ્રતિ લીટર 54 રૂપિયા જ્યારે Amul શક્તિના પ્રતિ લીટર 60 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.
કાલે સવારથી શું ભાવ ચૂકવવાના રહેશે ?
GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા Amul દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે. Amul દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો આવતીકાલ સવારથી અમલમાં મુકાશે. Amul ના નવા ભાવ પ્રમાણે Amul ગોલ્ડ 500 મિલીમાં 32ના હવે 33 રૂપિયા થયા છે. Amul તાજા 500 મિલીના 26થી વધીને 27 થયાં છે. Amul શકિત 500 મિલીના 29થી વધીને 30 રૂપિયા થયા છે. Amul તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.