

અમૂલ ડેરીના MD આર એસ સોઢીનો બુધવારે સાંજે અકસ્માત થયો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં તેમને સામાન્ય ઈજા જ થઈ છે. મળતી માહિતી મુજબ આર એસ સોઢીની કાર પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત આણંદના બાકરોલ રોડ પર સજાર્યો હતો. જેમાં આર એસ સોઢી અને તેમના ડ્રાઇવરને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે કહ્યું કે, તેને સામાન્ય ઇજા પહોંચી છે, અને હાલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. આ દુર્ઘટના ગુજરાતના આણંદમાં બાકરોલ રોડ નજીક ઘટી હતી.

મળતી માહિતી પ્રમાણે, અમૂલના એમડી આરએસ સોઢી કાર લઇને જઇ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના બાકરોલ રોડ પર તેઓની કારનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે તેમની કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં તેમને સામાન્ય ઈજા થતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં આરએસ સોઢીની સાથે સાથે તેમના ડ્રાઇવેર અને અન્ય એક એક્ટિવા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં અમૂલના MDની કારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતા જ કંપનીના સિનિયર અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.