

તહેવારો વચ્ચે તેલ અને શાકભાજી તેમજ વિવિધ ચીજવસ્તુઓના ભાવવધારાથી સામાન્ય જનતાની મુશ્કેલી ઓછી નથી થઈ રહી ત્યા હવે ફરી એકવાર અમૂલે દિલ્હીમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અમૂલે દિલ્હીમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે તહેવારો પર સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે.

અગાઉ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. શનિવારે કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ફુલ ક્રીમ દૂધ હવે રૂ. 63/લીટર મળશે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે.
આ પણ વાંચો : તેલ બાદ અનાજ-શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો, સામાન્ય જનતાની હાલત કફોડી
દૂધ મોંઘુ થવાનું મુખ્ય કારણ પશુ આહારની કિંમત છે. ગઈકાલે જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી દર 25.23 ટકા રહ્યો છે. જે ગયા વર્ષના સમાન મહિનામાં 20.57 ટકા હતો. ઓગસ્ટ મહિનામાં ઘાસચારાનો મોંઘવારી દર 25.54 ટકાના સ્તરે પહોંચી ગયો હતો, જે 9 વર્ષનો સર્વોચ્ચ સ્તર પર છે. ઘાસચારાના ભાવની કિંમત બમણાથી વધુના સ્તરે પહોંચી છે. જેના કારણે દૂધ પર તેની અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : વિશ્વ મંદીના ભરડામાં, ભારત વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓમાં ચમકતા સિતારા તરીકે ઉભરી આવ્યું