ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

મોંઘવારીનો માર: અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો, નવો ભાવ આવતીકાલથી લાગુ

Text To Speech

રાજ્યની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. નવો ભાવ આવતીકાલથી લાગુ થશે.  6 મહિનામાં જ અમૂલે બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો ઝીક્યો છે. આ પહેલા ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

નવો ભાવ આવતીકાલથી લાગુ 

અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત સહિત તમામ જગ્યાએ દૂધના નવા ભાવ આવતીકાલથી લાગુ થઈ જશે. એટલે કે જે અમૂલ ગોલ્ડ દૂધનું પાઉચ 30 રૂપિયા 500ml આવતું હતું તેના માટે હવે 31 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ તાજાનો ભાવ 25 રૂપિયા પ્રતિ 500 ગ્રામ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય અમૂલ શક્તિના 500ml પાઉચ માટે 28 રૂપિયા ચૂકવવા પડશે. એવી વિગતો મળી રહી છે કે દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

Back to top button