ગુજરાતટ્રેન્ડિંગ

અમુલ ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો કર્યો વધારો

Text To Speech

નવા વર્ષમાં અમુલે પશુપાલકોને મોટી ભેટ આપવા જઈ રહી છે. એશિયાની સૌથી મોટી ડેરી અમુલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે.

પશુપાલકોને નવા વર્ષમાં મોટી ભેટ

પશુપાલકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. અમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. અમુલે પશુપાલકોને નવા વર્ષમાં મોટી ભેટ આપી છે. આ ભાવ વધારાનો લાભ પશુપાલકોને 1 જાન્યુઆરીથી એટલે કે આવતી કાલથી મળશે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને આ ભાવ વધારાનો લાભ મળશે. અમુલના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

અમુલ ડેરી-humdekhengenews

કેટલાનો વધારો કરાયો ?

અમુલ ડેરીએ આણંદની અમુલ ડેરીએ દૂધની ખરીદીના ભાવમાં વધારો કરીને પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી છે. અમુલ ડેરી દ્વારા દૂધની ખરીદીમાં કિલો ફેટે 20 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોને ભેંસના દૂધના અગાઉ 760 મળતાં હતાં જે હવે 780 રૂપિયા મળશે. પશુપાલકોને કિલોફેટે હવે 800 રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે ગાયના દૂધની ખરીદીમાં પણ અમૂલ ડેરીએ 11 રૂપિયાનો વધારો કરતા હવેથી પશુપાલકોને ગાયના દૂધના વેચાણમાં જે અગાઉ 345.50 રૂપિયા મળતાં હતાં તે હવે 356.60 રૂપિયા મળશે.

આ પણ વાંચો : અમદાવાદ ખાતે “નારી પ્રતિભાનું મેઘ ધનુષ્ય” કાર્યક્રમ યોજાયો હતો, વિવિધ ક્ષેત્રની નારીઓએ તેમના વિચારો કર્યા રજૂ

Back to top button