અમદાવાદઉત્તર ગુજરાતગુજરાત

અમદાવાદથી 20 કિ.મીના અંતરમાં આવતાં ગામડાઓમાં AMTSની બસો દોડાવાશે

Text To Speech

અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2024, આજે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન ધરમસિંહ દેસાઇ દ્વારા રૂ.32 કરોડનો સુધારો સૂચવી રૂ.673.50 કરોડનું બજેટ રજૂ કરાયુ હતું. અમદાવાદ શહેરની આસપાસ આવેલા ગામડાઓના લોકો શહેરમાં સરળતાથી પહોંચી શકે તે માટે AMTSની લિમિટમાં વધારો કરી હવે 15 કિ.મી.ની જગ્યાએ 20 કિ.મી. દૂર સુધી બસ જશે. જે પણ મુસાફરો જનમિત્ર સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓ વાઇફાઇનો ઉપયોગ કરી શકશે.

શહેરના વધેલા વિસ્તારને ધ્યાનમાં રાખી નિર્ણય
AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઇએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં નાગરિકો માટે વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી રૂપિયા 32 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે.ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલ કુલ 1052 બસના ફ્લીટમાં વધુ 59 નવી ઇલેક્ટ્રીક બસો ગ્રોસ કોસ્ટ કિલોમીટરથી મેળવીને બસોની સંખ્યા કુલ 1,111 કરવામાં આવી છે. AMCની લિમિટથી 15 કિ.મી. સુધી બસ સેવા આપવામાં આવે છે. તેમાં શહેરના વધેલા વિસ્તારને ધ્યાનમાં લઇને લિમિટથી 20 કિ.મી. સુધી બસ સેવા દોડશે.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોન પ્રમાણે એસ.એસ.ના ડેકોરેટીવ શેલ્ટર તૈયાર કરવામાં આવશે. જેના માટે રૂ.35 લાખ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી નવી 6 ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. દરેક ઝોનમાં 1-1 એમ કુલ સાત ડબલ ડેકર બસ દોડશે.જમાલપુર વર્કશોપનું જર્જરીત સ્ટ્રક્ચરને ઉતારી લઇ તે જગ્યામાં 100 જેટલી ઇલેક્ટ્રીક બસોના પાર્કીંગ માટે ટેન્ડર દ્વારા પ્રક્રિયા કરીને જરૂરી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ માટે રૂ.6 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

આ પણ વાંચોઃસ્ટાર્ટઅપના કારણે નોકરી શોધતા યુવાનો આજે નોકરી આપતા થઈ ગયાઃ CM ભૂપેન્દ્ર પટેલ

Back to top button