અમદાવાદમાં AMTS-BRTSની બસો યમદૂત સમાન બની
- ડ્રાઈવરો દ્વારા માર્ગો પર બેફામ બસ હંકારવામાં આવે છે
- પાંચ મહિનામાં 13 વ્યક્તિનાં મોત નિપજાવ્યા છે
- જોગેશ્વરી પાર્ક, બોપલ એપ્રોચ, ગુલબાઈ ટેકરા, રખિયાલ ચાર રસ્તા પાસે અકસ્માત થયા
અમદાવાદમાં AMTS-BRTSની બસો યમદૂત સમાન બની છે. જેમાં AMTS અને BRTSનું બેફામ ડ્રાઈવિંગે પાંચ મહિનામાં 13 વ્યક્તિનાં મોત નિપજાવ્યા છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 259 અકસ્માતો થયા છે. તેમજ અકસ્માતો મામલે પોલીસ ફરિયાદ કરાતી નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં આયુષ્યમાન-મા યોજનામાં ધુપ્પલ સામે આવ્યું
AMTS, BRTSના ડ્રાઈવરો દ્વારા શહેરના માર્ગો પર બેફામ બસ હંકારવામાં આવે છે
અમદાવાદમાં શહેરીજનોને બસ સુવિધા પૂરી પાડવા માટે AMTS, BRTSની બસો દોડાવવાવામાં આવે છે. AMTS, BRTSના ડ્રાઈવરો દ્વારા શહેરના માર્ગો પર બેફામ બસ હંકારવામાં આવે છે અને તેના કારણે છાશવારે અકસ્માતો સર્જાય છે. છેલ્લાં પાંચ મહિનામાં AMTS, BRTSના ડ્રાઈવરોએ પાંચ મહિનામાં કુલ 259 અકસ્માતો કર્યા હતા અને તેના કારણે 13 નાગરિકોના મોત નીપજ્યા હતા. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં AMTSની બસો દ્વારા કુલ 102 અકસ્માતોમાં 9 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને BRTSની બસો દ્વારા કુલ 157 થયેલ તેમાં 4 વ્યક્તિના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો: ગુજરાત: પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સરકાર કાર્યવાહી કરશે
જોગેશ્વરી પાર્ક, બોપલ એપ્રોચ, ગુલબાઈ ટેકરા, રખિયાલ ચાર રસ્તા પાસે અકસ્માત થયા
AMTS, BRTSની બસો શહેરીજનો માટે યમદૂત સમાન બની ગઈ હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અકસ્માતો મામલે પોલીસ ફરિયાદ કરાતી નથી અને મૃત્યુ પામેલાઓના આશ્રિતોને વળતર ચૂકવામાં આવ્યું નથી. વિપક્ષી નેતા શેહજાદખાન પઠાણે જણાવ્યું હું કે, AMTS, BRTSની મોટાભાગની બસ ખાનગી આપરેટરો દ્વારા દોડવવામાં આવી રહી છે. AMTS, BRTSના બસ ઓપરેટરો શાસક પક્ષના મળતિયા હોવાને કારણે તેમની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. AMTS દ્વારા મોટાભાગે મોટર સાઇકલ, બાઇક અને રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા છે. BRTS દ્વારા જોગેશ્વરી પાર્ક, બોપલ એપ્રોચ, ગુલબાઈ ટેકરા, રખિયાલ ચાર રસ્તા પાસે અકસ્માત થયા છે.