અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન થતા AMTS અને BRTS બસ રૂટમાં ફેરફાર કરાયા
- કાલુપુર રેલવે સ્ટેશન તરફ્ જતી અને ત્યાંથી પસાર થતી AMTS બસના 161 રૂટમાં ફેરફાર કરાયા
- રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રોડને બંધ કરીને ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવ્યો
- આ રૂટ તા.11 સપ્ટેમ્બરથી અમલી બનાવવામાં આવ્યા છે
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન થતા AMTS અને BRTS બસ રૂટમાં ફેરફાર કરાયા છે. રેલવે વિભાગ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રોડને બંધ કરીને ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. આ હેતુસર ટ્રાફિક પોલીસના જાહેરનામાને અનુલક્ષીને AMTS અને BRTSના રૂટને ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સંચાલિત BRTS બસના રૂટમાં ફેરફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યના હજારો વિદ્યાર્થીનું શિક્ષક વિના ચાલતું શિક્ષણકાર્ય
કાલુપુર રેલવે સ્ટેશન તરફ્ જતી અને ત્યાંથી પસાર થતી AMTS બસના 161 રૂટમાં ફેરફાર કરાયા
કાલુપુર રેલવે સ્ટેશન તરફ્ જતી અને ત્યાંથી પસાર થતી AMTS બસના 161 રૂટમાં ફેરફાર કરાયા છે તેમજ BRTSની બસ રૂટમાં પણ ફેરફાર કરાયા છે. AMTS, BRTSના બસ રૂટમાં કરાયેલા ફેરફાર અને રૂટ બંધ કરાયા છે તેને તા. 11 સપ્ટેમ્બરથી અમલી બનાવવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન થઈને પસાર થતી BRTS બસના સાત રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે બે રૂટને સદંતર બંધ કરવામાં આવ્યા છે. રૂટ નંબર 201 એન્ટી સરક્યુલર રૂટ અને સિવિલ હોસ્પિટલથી કાલુપુરનો રૂટ નંબર 18 સદંતર બંધ રહેશે. પૂર્વ વિસ્તારમાં રખિયાલ તરફ્થી આવતી BRTS સારંગપુર સર્કલ થઈ જમાલપુર ગીતામંદિર તરફ્થી જશે. જ્યારે નરોડા તરફ્થી આવતી BRTS હવે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા થઈ અલગ રૂટ ઉપર ઇસ્કોન અને ભાડજ તરફ્ જશે. AMTSની કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી અને ત્યાંથી ઉપડતી કુલ 161 બસોના રૂટ બદલી નાખવામાં આવ્યા છે. કાલુપુર જતી બસો હવે સારંગપુર દરવાજા અને પાંચકુવા સુધી જ જશે.
વાહનચાલકો સારંગપુર સર્કલથી પાંચકુવા થઈ રેલવે સ્ટેશન તથા કાલુપુર જવા માટે મોતીમેહલ થઈને જવુ પડશે
કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડીને તે જગ્યા પર નવુ અધત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી કરવાની છે. જેના પગલે આજથી ત્રણ વર્ષ સુધી સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીનો રેલ્વે સ્ટેશન તરફ્નો એક સાઈડનો રસ્તો વાહન વ્યવહારની અવર જવર માટે બંધ રહેશે. જેથી તેની વિરુધ્ધ દિશાનો રોડ પર વન-વે તરીકે જ ઉપયોગ કરી શકાશે. કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરીના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જ્યારે આ રસ્તો બંધ રહેવાથી ટ્રાફ્કિની સમસ્યા ઘણી સર્જાશે. ત્યારે વૈકલ્પિક માગ તરીકે વાહનચાલકો સારંગપુર સર્કલથી પાંચકુવા થઈ રેલવે સ્ટેશન તથા કાલુપુર જવા માટે મોતીમેહલ થઈને જવુ પડશે.