અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીમાંથી જાણો કેટલા છે એક જ જિલ્લાના


HD ન્યૂઝ ડેસ્ક, 5 ફેબ્રુઆરી 2025: અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતા આખી દુનિયાને ચોંકાવી દેતા ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા લોકોને બહાર ખદેડવાનો પ્લાન બનાવીને આવ્યા હતા. ત્યારે હવે શપથ ગ્રહણ કર્યા બાદ સૌથી પહેલા તેમણે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને તેમના ઘરે પાછા મોકલવાની કામગીરી ટ્રમ્પ પ્રશાસને શરુ કરી દીધી છે.
અમેરિકી સરકારના આ કાર્યવાહી અંતર્ગત હવે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને તેમના દેશ પરત કરતા 205 ભારતીયોનો પ્રથમ જથ્થો અમેરિકાના ટેક્સાસમાંથી એક મિલિટરી વિમાનમાં ભારત આવી રહ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ વિમાનમાં 205 ભારતીયોમાં 33 ગુજરાતીઓ પણ સામેલ છે. આ વિમાનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોમાં ગુજરાતીઓના નામ પણ સામે આવ્યા છે. આ 33 ગુજરાતીમાં 9 જણા તો ખાલી ગાંધીનગરના જ છે.
અમેરિકાથી જે લોકો ભારત પાછા આવી રહ્યા છે, તેમાં 33 લોકો ગુજરાતી છે. ભારતીય લોકોને પાછા લઈ આવતું વિમાન આજે બપોરે પંજાબના અમૃતસરમાં લેન્ડ થશે. અમેરિકાથી પરત આવી રહેલા લોકોમાં સૌથી વધારે મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો છે. ત્યાર બાદ અમદાવાદના 2 અને સુરતના 4 જ્યારે વડોદરા, ખેડા પાટણનો એક-એક વ્યક્તિ છે. અમારી પાસે પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના 9 લોકોના નામ આ પ્રમાણે છે. જેમાં કેતન દરજી- ગાંધીનગર, પ્રેક્ષા પ્રજાપતિ- પેથાપુર ગાંધીનગર, બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા, ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા માણસા, માયરા પટેલ, ગાર્ડન સિટી કલોલ, રીશિતા પટેલ, ગાર્ડન સિટી કલોલ, કરણસિંહ ગોહીલ, બોરૂ માણસા, મિત્તલબેન ગોહીલ, બોરૂ માણસા, હેયાન ગોહિલ, બોરૂ માણસા.
આ પણ વાંચો: ઓડિશામાં મોટી દુર્ઘટના ટળી: પાટા પરથી ટ્રેન ઉતરી નજીકની સોસાયટીમાં ઘુસી ગઈ, લોકોમાં અફરાતફરી મચી