નેશનલ

અમૃતપાલ સિંહે વીડિયો બાદ ઓડિયો કર્યો જાહેર, જુઓ શું કહ્યું..

  • અમૃતપાલ સિંહે પોતાનો એક ઓડિયો રિલીઝ કર્યો
  • અમૃતપાલ સિંહે ગઈ કાલે જાહેર કર્યો હતો વીડિયો
  • મારા વીડિયો નિવેદન અંગે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ

ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે. પોલીસ તેને સતત શોધી રહી છે. દરમિયાન, અમૃતપાલ સિંહે ગુરુવારે પોતાનો એક ઓડિયો રિલીઝ કર્યો છે. આ પહેલા બુધવારે અમૃતપાલ સિંહે પણ એક વીડિયો જાહેર કર્યો હતો. ઓડિયોમાં અમૃતપાલે કહ્યું, “વીડિયો પોલીસે નથી બનાવ્યો, મારા પર વિશ્વાસ કરો. ઘણા લોકો આવી વાતો કહી રહ્યા છે. ફોન સારો ન હોવાના કારણે અને ઓડિયોની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે મૂંઝવણ ઊભી થઈ છે.

ખાલિસ્તાની સમર્થકે વધુમાં કહ્યું, કેટલાક લોકો મારા વીડિયો નિવેદન અંગે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં ધરપકડ માટે શરતો મૂકી છે. આ બધું જુઠ્ઠું છે. આવી કોઈ શરત મૂકવામાં આવી નથી. હું કહું છું કે જથેદારે સરબત ખાલસાને બોલાવો. મારી તબિયત થોડી નાદુરસ્ત છે. એક સમયે ખાવાના કારણે થોડી નબળાઈ ચોક્કસ આવે છે, પરંતુ આ વીડિયો કોઈ મજબૂરી કે પોલીસના દબાણમાં નથી બનાવાયો.

Amritpal Singh
Amritpal Singh

અમૃતપાલનો વીડિયો એક દિવસ પહેલા સામે આવ્યો હતો

અમૃતપાલ ઓડિયો મેસેજમાં વારંવાર સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને સંગતને પોતાનો સંદેશ મોકલવાની વાત કરી રહ્યો છે. આ પહેલા બુધવારે અમૃતપાલ સિંહનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેમને શીખ સમુદાય સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બૈસાખી પર ‘સરબત ખાલસા’નું આયોજન કરવાની હાકલ કરતા સાંભળવામાં આવ્યા હતા.

આ દાવો વીડિયોમાં કરવામાં આવ્યો

ભાગેડુ અમૃતપાલ વીડિયોમાં કહેતો સંભળાયો છે કે જો પંજાબ સરકાર તેની ધરપકડ કરવા માંગતી હોત તો તેઓ તેના ઘરે આવ્યા હોત અને તેણે આત્મસમર્પણ કર્યું હોત. તેણે દાવો કર્યો કે તેની સામે પોલીસની કાર્યવાહી શીખ સમુદાય પર હુમલો છે.

અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર 

તમને જણાવી દઈએ કે 18 માર્ચે પંજાબ પોલીસે અમૃતપાલ અને તેના સંગઠન વારિસ પંજાબ દેના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે અમૃતપાલના ઘણા સહયોગીઓની ધરપકડ કરી હતી, જોકે તે ફરાર હતો. ત્યારથી, તેના ઘણા વીડિયો અને ચિત્રો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં તેને એકલા અને તેના સહયોગીઓ સાથે જુદા જુદા વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડઃ હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન, અમિત શાહ અને બાબા રામદેવે કર્યો હવન

Back to top button