અમરેલી જિલ્લાની શાંતા બા જનરલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીને લીધે 15 જેટલા લોકોને મોતીયાના ઓપરેશન બાદ અંધાપો આવી ગયો હતો અને આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું. અમરેલીના રાજુલા શહેરની એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે હજુ સુધી આ બાબત નો રિપોર્ટ મારી પાસે પહોંચ્યો નથી જ્યારે રિપોર્ટ પહોંચશે ત્યારે તેની તપાસ કરીને આગળના પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં નવી સરકારનું પ્રથમ બજેટ આ તારીખે થશે રજુ, જાણો શું છે તૈયારીઓ
ઉલ્લેખનીય છે કે આટલી ગંભીર બાબત ને એક માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી દોશીઓને કોઈ સજા થઈ નથી અને આઝાદીમાં ફરી રહ્યા છે. પોતાની આંખોમાં અંધાપો લઈને ફરી રહેલા લોકો આજે પણ ન્યાયની આશા રાખીને બેઠા છે. ત્યારે મંત્રીજી પાસે હજુ સુધી આ બાબતે કોઈ રિપોર્ટ ન હોવાની વાત ગળે ઉતરે કે ન ઉતરે પણ આ બાબતની કેટલી ગંભીરતા છે તે પણ એક વિચારવા જેવી બાબત છે.
એકતરફ ગુજરાત સરકાર દ્વારા સ્વાસ્થ્ય સેવાઓની મોટી મોટી વાતો કરવામાં આવે છે તેવા ટાઈમે મંત્રીજી એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે શાંતાબા જનરલ હોસ્પિટલ માં 15 લોકોના અંધાપા ના રિપોર્ટની માહિતી ન હોવાની વાત કરે તે પણ વિચારવાની બાબત છે.